ગુજરાતની દીકરીઓ દિવસેને દિવસે અસુરક્ષિત બનતી જાય છે, પહેલા 4 વર્ષની બાળકી હવે 13 વર્ષની સગીરા સાથે ઘટી દુષ્કર્મની ઘટના

by Dhwani Modi
13 year old girl raped by a men in Aravalli, News Inside

Aravalli| અરવલ્લી જિલ્લામાં વધુ એક સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ પહેલા બાયડના સાઠંબા વિસ્તારમાં 4 વર્ષની બાળકી પર તેના જ ફૂવાએ દુષ્કર્મ આચાર્યું હતું. હવે મેઘરજના ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે.

જ્યાં ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 13 વર્ષની સગીરા ઘરેથી થોડી દુર આવેલી દુકાનમાં નાસ્તાનું પેકેટ લેવા ગઈ હતી. ત્યારે નરાધમે આ 13 વર્ષની સગીરા સાથે ઝંપાઝપી કરી હતી. ત્યારબાદ આ 13 વર્ષીય સગીરાને ગામ નજીક ખેતરે લઈ જઈ તેના કપડાં ફાડી દુષ્કર્મ આચાર્યું હતું. આ નરાધમે સગીરાને મારી નાખવાની પણ ધમકી આપી હતી.

આ દુષ્કર્મી આટલેથી અટક્યો ન હતો. દુષ્કર્મ આચાર્યું ત્યારબાદ સગીરા ગંભીર હાલતમાં ઘરે પહોંચી હતી. સગીરાની માતાએ સમગ્ર ઘટના વિશે પૂછતાં માલુમ પડ્યું કે 13 વર્ષની સગીરા પર એક હેવાને દુષ્કર્મ આચાર્યું છે. ત્યાર બાદ સગીરાની માતા દ્વારા ઈસરી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસે પોકસો હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Related Posts