અમદાવાદના પોલીસ કર્મીએ વેપારીનું અપહરણ કરી 55 લાખની લૂંટ ચલાવી, પોલીસ ફરિયાદ નોંધાતા થયો ફરાર

by Dhwani Modi
policemen of Ahmedabad looted 55 lacks, News Inside

Ahmedabad| અમદાવાદમાં પોલીસ કર્મચારીએ જ વેપારીનું અપહરણ કરી 55 લાખની લૂંટ ચલાવ્યાના આરોપ લાગતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. મળતી જાણકારી મુજબ, ગોલ્ડન ટ્રિપ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક સંજયભાઇ પટેલે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે શહેરના સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી આકાશ પટેલ અને તેના ચાર સાગરીતોએ અપહરણ કરી 55 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. પોલીસ કર્મચારી આકાશ પટેલ વિરુદ્ધ અપહણ, લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આકાશ પટેલ હાલમાં ફરાર છે. આ કેસમાં પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી.

પોતાની ફરિયાદમાં સંજયભાઇ પટેલે કહ્યું હતું કે, 18 ઓગસ્ટના રોજ આકાશ પટેલ સહિત ચાર લોકોએ તેમનું અપહરણ કર્યું હતું અને ધમકી આપીને 55 લાખ રૂપિયા લૂંટી લીધા હતા. જોકે બાદમાં આકાશ પટેલે 30 લાખ રૂપિયા પરત કર્યા હતા. જ્યારે 25 લાખ રૂપિયા પાછા આપ્યા નહોતા.

સાબરમતી પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા પોલીસ કર્મી આકાશ પટેલ અને તેના ચાર સાગરીતો સામે સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. અગાઉ પણ આકાશ પટેલ સામે દિનેશ ઠક્કર નામના વેપારીએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આકાશ પટેલે અગાઉ દિનેશ ઠક્કર પાસેથી કારની લે-વેચના નામે રૂપિયા પડાવ્યા હતા.

Related Posts