Morbi| રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની ભરમાર થઇ રહી છે તેવામાં આજે ફરી એક વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં રણજીતગઢ પાસે અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. મળતી પ્રાથમિક વિગતો મુજબ ટ્રકે રોડની બાજુ પર ઉભેલા ત્રણ લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં બે સગીરાના મોત થયા છે. ઘટનાને લઈ મૃતકોના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
મોરબી જિલ્લામાં વધુ એક અકસ્માતની ઘટનામાં બે સગીરાએ જીવ ગુમાવ્યો છે. વિગતો મુજબ હળવદ તાલુકામાં રણજીતગઢ પાસે રોડની સાઈડમાં બે સગીરા સહિત ઉભેલા ત્રણ લોકોને એક બેફામ ટ્રકે અડફેટે લીધા હતા. આ ટક્કર એટલી ભયાનક હતી કે, બે સગીરાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ તરફ ટ્રક ચાલક સહિત બે વ્યક્તિઓને ઇજા પહોંચી છે.
બે સગીરાના મોત અને બે ઇજાગ્રસ્ત
હળવદ તાલુકામાં રણજીતગઢ પાસે બનેલ અકસ્માતની ઘટનામાં બે સગીરાના મોત થયા છે. આ સાથે ટ્રક ચાલક સહિત 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. આ તરફ ઘટનાની જાણ થતાં જ હળવદ તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં પોલીસે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.