નવસારીમાં બુટલેગરો PSI પર ફિદા, ચાલુ ડાયરામાં સ્ટેજ પરથી બુટલેગરે PSI પર કર્યો રૂપિયાનો વરસાદ

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહેલા બુટલેગર અને PSIના વીડિયોએ અનેક સવાલો ઉભા કર્યા છે

by Dhwani Modi
PSI and bootlegger together on the stage, News inside

Navsari| આમ તો ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવાય છે, તેમ છતાં દારૂબંધી વચ્ચે અનેક વાર નાનો-મોટો દારૂનો જથ્થો ઝડપાતો હોય છે. જોકે તમે ક્યારેય એવું જોયું છે કે, કોઈ ડાયરામાં બુટલેગર PSI પર પૈસા ઉડાવતા હોય? નહિ ને. પરંતુ આવી જ એક ઘટના નવસારીથી સામે આવી છે. તેમાં બન્યું એવું હતું કે, અગાઉ નવસારીમાં અને હાલ સુરતમાં ફરજ બજાવતા PSI એક ડાયરામાં ભાગ લેવા નવસારી પહોંચ્યા હતા. જ્યાં તેમની પર બુટલેગરોએ પૈસાનો વરસાદ કર્યો હતો.

નવસારીમાં યોજાયેલ ડાયરામાં બુટલેગર સાથે પોલીસની સંડોવણી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, નવસારી શહેરમાં સાંઇ મંદિરના લાભાર્થે એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ ડાયરામાં અગાઉ નવસારીમાં ફરજ બજાવી ચૂકેલ અને હાલ સુરતમાં PSI તરીકે ફરજ બજાવતાં એસ.એફ.ગોસ્વામી સ્ટેજ પર બુટલેગર સાથે નજરે આવતા ચકચાર મચી ગઈ છે.

બુટલેગરોએ PSI પર ઉડાવી રૂપિયાની નોટો
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોમાં PSI સાથે બુટલેગર લાલો, દીપક ઉર્ફે બાબાએ રૂપિયા ઉડાવ્યા હતા. આ સાથે લિસ્ટેડ બુટલેગર લાલો પટેલ PSIનો વીડિયો ઉતારતો નજરે ચડ્યો છે. આ તરફ હવે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં PSI અને બુટલેગરની સાંઠગાંઠ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

Related Posts