Vadodara| વડોદરામાં વિઝા આપવાના બહાને 3 કરોડની છેતરપિંડીની ઘટના સામે આવતા શહેરમાં હડકંપ મચી ગયો છે. હવે આ કેસમાં પોલીસ દ્વારા છેતરપિંડી આચરનાર આરોપી પિતા-પુત્રની નિઝામપુરામાંથી ધરપકડ કરાઇ છે. વાત જાણે એમ છે કે, આ ઇસમોએ લોકોને વિદેશ વિઝા અપાવવાનાના નામે 3 કરોડથી વધુની ઠગાઈ કરી હતી. જેને લઈને હવે પોલીસે ઠગ પિતા-પુત્રને અમદાવાદના બોપલમાંથી ઝડપી પાડ્યા છે.
ગુજરાતીઓ અનેકવાર વિદેશના મોહમાં છેતરાતા હોય તેવી ઘટના અવારનવાર પ્રકાશમાં આવતી હોય છે. તેમ છતાં છાશવારે આવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. આ તરફ વડોદરાના નિઝામપુરામાં સાંઈ કન્સલ્ટન્સી નામની ઓફિસ ખોલી એક પિતા-પુત્ર વિદેશ વિઝા અપાવવાના નામે ઠગાઇ આચરતા હતા. આ ઇસમોએ લોકો પાસેથી વિઝા અપાવવાના નામે 3 કરોડથી વધુની ઠગાઈ કરી હતી. જે બાદમાં પોલીસ દ્વારા હવે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદથી ઝડપાયા ઠગ પિતા-પુત્ર
વિગતો મુજબ આ ઇસમો નિઝામપુરામાં સાંઈ કન્સલ્ટન્સી નામની ઓફિસ ખોલી ઠગાઇ કરતા હતા. આ ઠગ પિતા-પુત્રએ સંખ્યાબંધ વિદેશ વાંચ્છુકોને રાતા પાણીએ રડાવ્યા હતા. જોકે આ ઠગ રાજેન્દ્ર શાહ અને રીંકેશ શાહ અમદાવાદના બોપલમાં છુપાયા હતા. જોકે 19 જુલાઈએ ફરિયાદ નોંધાઈ ત્યારથી પિતા-પુત્ર ફરાર હતા. આ તરફ હવે પોલીસ દ્વારા ઠગ પિતા અને પુત્રને અમદાવાદના બોપલ ખાતેથી ઝડપી વડોદરા લાવવામાં આવ્યા હતા.