ડાકોરના પ્રસિદ્ધ રણછોડરાય મંદિરમાં થશે VIP દર્શન, વ્યક્તિ દીઠ વસૂલાશે રૂ. 500નો ચાર્જ

by Dhwani Modi
Dakor temple held VIP darshan, News Inside

Dakor Temple| મધ્ય ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ મંદિર એવા ડાકોરમાં રણછોડરાયના દર્શનને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવે રણછોડરાયના દર્શન કરવા માટે ભક્તોએ પૈસા ચૂકવવા પડશે. વિગતો મુજબ ભગવાન રણછોડરાયના નજીકથી VIP દર્શન કરવા માટે ભક્તોએ રૂ.500 ચૂકવવા પડશે. નોંધનીય છે કે, ખેડા જિલ્લાના ડાકોરમાં મંદિરની કમિટી દ્વારા આ વિવાદીત નિર્ણય લેવાયો છે.

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં હવે VIP દર્શનની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિગતો મુજબ ખેડાના ડાકોરમાં મંદિરની કમિટી દ્વારા એક વિવાદિત નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવે ભક્તોએ ભગવાનની નજીકથી સન્મુખ દર્શન કરવાં માટે પૈસા ચૂકવવા પડશે. જેમાં મંદિરમાં ઠાકોરજીના સન્મુખ ઉંબરા સુધી જઈને દર્શન કરવાનો વ્યક્તિદીઠ 500 રૂપિયા ચાર્જ વસૂલાશે.

જાણો કોને કેટલો ચાર્જ આપવો પડશે?
ડાકોરમાં મંદિરની કમિટીના વિવાદિત નિર્ણય પ્રમાણે હવે ભક્તોએ રણછોડરાયના નજીકથી સન્મુખ દર્શન કરવા માટે રૂ.500 ચૂકવવા પડશે. આ સાથે મહિલાઓની લાઈનમાં જઈ પુરૂષે દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ વસૂલાશે. મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષે દર્શન કરવા હોય તો 250 રૂપિયા ન્યોછાવર પેટે ચાર્જ વસૂલાશે. જોકે ગઈકાલે આ નિર્ણયના પ્રથમ દિવસે ગુરુવારે 7 દર્શનાર્થીઓ 500 રૂપિયા અને 3 વ્યક્તિએ 250 રૂપિયા ચાર્જ ચૂકવી VIP દર્શન કર્યા હતા.

Related Posts