રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની મોટી જાહેરાત: જામનગરમાં ગીગાફેક્ટરી, JIO FIN વીમા ક્ષેત્રમાં પ્રવેશ કરશે તથા Jio Air Fiber લોન્ચ થશે

by Dhwani Modi
Reliance AGM Decision, News Inside

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભામાં મોટા એલાન કરવામાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં મોટા ફેરફારની સાથે જામનગરને લઈ પણ મોટા સમાચાર સામે આવ્યા છે. આ બોર્ડમાં આકાશ, અનંત અને ઈશા અંબાણીને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.

જામનગરમાં ગીગાફેક્ટરી બનાવશે રિલાયન્સ
રિલાયન્સ AGM 2023માં તેમના સંબોધનમાં RILના ચેરમેન મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે, જૂથ 2026 સુધીમાં બેટરી ગીગા ફેક્ટરી સ્થાપશે. આ સુવિધા ગુજરાતના જામનગરમાં સ્થાપિત કરવામાં આવશે. મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેના નવા એનર્જી બિઝનેસમાં રૂ. 75,000 કરોડનું રોકાણ કર્યું છે. જ્યારે જામનગર રિફાઈનરીની ફોકસ કેમિકલ ઉત્પાદન પર રહે છે. RIL કંપનીના નવા ઉર્જા કારોબાર માટે સતત નવા રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

Jio Financial Servicesનો રોડમેપ રજૂ કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે JIO FIN વીમા ક્ષેત્રમાં પ્રવેશ કરશે. આ માટે વૈશ્વિક નેતાઓ સાથે ભાગીદારી કરવામાં આવશે. મુકેશ અંબાણીએ કહ્યું કે Jio ફાયનાન્સિયલ સર્વિસ દ્વારા 142 કરોડ ભારતીયોને નાણાકીય સેવાઓ પૂરી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે Jio ફાઇનાન્શિયલ સર્વિસ બ્લોકચેન અને CBDT આધારિત પ્રોડક્ટ્સ લોન્ચ કરશે, જેમાં જીવન અને સ્વાસ્થ્ય વીમો શામેલ હશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 46મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા મુકેશ અંબાણીએ કહ્યું કે, ભારતમાં વિશ્વનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે. ભારત ન તો અટકે છે, ન થાકે છે કે હારે છે. પોતાના સંબોધનની શરૂઆતમાં તેમણે ચંદ્રયાન-3ની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સાથે તેમણે કહ્યું કે, નવી રિલાયન્સ ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે. આ દરમિયાન તેમણે કહ્યું કે ઈશા-આકાશ અને અનંત અંબાણીનો રિલાયન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સમાવેશ કરવામાં આવશે અને નીતા અંબાણી અલગ થઈ જશે.

મુકેશ અંબાણીએ રિલાયન્સનો પાયો નાખનાર પોતાના પિતા અને સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીને યાદ કરતાં મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સે ‘પાવર ઓફ ડ્રીમ’ સાબિત કર્યું છે. આજે અમે રિલાયન્સ વિશે જે સપનું જોયું હતું તે દરેક સપનું પૂરું કર્યું છે. હવે રિલાયન્સનું લક્ષ્ય આગામી સમયમાં દરેક ભારતીયના હાથમાં ડિજિટલ ટેક્નોલોજીની શક્તિ પહોંચાડવાનું છે.

રિલાયન્સ ફાઉન્ડેશનના વડા નીતા અંબાણીએ કહ્યું કે, અમારું વિઝન ભારતને વિશ્વ કક્ષાનું સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવાનું છે. તેમના ડ્રીમ પ્રોજેક્ટ કલ્ચરલ સેન્ટર નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) તાજેતરમાં મુંબઈમાં ખોલવામાં આવેલા જબરજસ્ત પ્રતિસાદ વિશે વાત કરતાં, તેમણે કહ્યું કે તેના ઉદ્ઘાટન પછી 20 લાખથી વધુ લોકોએ તેની મુલાકાત લીધી છે.

મુકેશ અંબાણીએ કહ્યું કે 2035 સુધીમાં અમે નેટ કાર્બન ઝીરોના લક્ષ્ય તરફ કામ કરી રહ્યા છીએ. આ માટે ગ્રીન એનર્જી ઝડપથી વિકસાવવામાં આવી રહી છે. અમારો ટાર્ગેટ કાર્બન ફાઈબરમાં વિશ્વની ટોચની ત્રણ કંપનીઓમાં સામેલ થવાનો છે. આપણે અશ્મિભૂત બળતણમાંથી ગ્રીન એનર્જી તરફ આગળ વધી રહ્યા છીએ. આવનારા કેટલાક વર્ષો આપણા માટે પરિવર્તનકારી હશે.

‘Jio Air Fiber ‘ ગણેશ ચતુર્થીએ રોજ લોન્ચ થશે
Jioના એર ફાઈબરની રાહ પૂરી થઈ ગઈ છે, તે ગણેશ ચતુર્થી એટલે કે 19 સપ્ટેમ્બરે લોન્ચ થશે. Jio Air Fiber 5G નેટવર્ક અને અત્યાધુનિક વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘરો અને ઓફિસોમાં વાયરલેસ બ્રોડબેન્ડ સેવા પ્રદાન કરશે. Jio Air Fiberના લેન્ડિંગને કારણે ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રમાં ઉથલપાથલ થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે, Jio એર ફાઈબરની મદદથી તમને વાયર વગર ફાઈબર જેવી હાઈ સ્પીડ મળશે. Jio Air Fiberની મદદથી 5G નેટવર્ક અથવા વાયરલેસ બ્રોડબેન્ડ સેવા ઘર અને ઓફિસ પર ઉપલબ્ધ થશે.

Related Posts