જુગારીઓની અટકાયત: 11 જુગારી વાંચ ગામ માંથી પકડયા || News Inside

by Bansari Bhavsar
જુગાર રમતાં 11 શખસની વિવેકાનંદ નગર પોલીસે અટકાયત કરી

દસક્રોઈના વાંચ ગામમાં મહાદેવ ફળીમાં જુગાર રમતાં 11 શખસની વિવેકાનંદ નગર પોલીસે અટકાયત કરી છે. રોકડ તેમજ મોબાઈલ મળી કુલ રૂ.60300નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિવેકાનંદ નગર પોલીસે બાતમી મુજબ વાંચ ગામમાં મહાદેવ ફળીમાં જાહેરમાં જુગાર રમતાં સ્થળે રેડ કરતાં 11 ઈસમ રોકડ રૂ.20,300 તેમજ 2 મોબાઈલ રૂ.40 હજાર એમ કુલ રૂ.60,300ના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી જેમાં દિનેશ કાળુભાઈ ઓડ, વસંતભાઈ અમરતભાઈ દરજી, રોહિત કુમાર પોપટલાલ ગોહિલ, શંભુભાઈ કનુભાઈ ઓડ, અશોકભાઈ ગોરધનભાઈ ઓડ, કરણ અમરસિંહ ઝાલા, રાહુલ,ખુમાનસિંહ, નરેન્દ્ર, ધર્મેન્દ્ર લુહાર અને અજાણ્યા ઈસમનો સમાવેશ થાય છે.

Related Posts