ઓગસ્ટ મહિનો સૂકો ગયા બાદ સપ્ટેમ્બરમાં વરસી શકે છે સારો વરસાદ: અંબાલાલ પટેલ

by Dhwani Modi
Ambalal Patel's rain prediction for september month, News Inside

Weather Forecast| ગુજરાતમાં સારા વરસાદ માટે હજુ થોડી રાહ જોવી પડશે. અલ નીનો ગુજરાતમાં વરસાદ માટે જાણે વિલન બની ગયું છે. બીજી તરફ કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી સારા વરસાદની હાલ શક્યતા ન હોવાનું હવામાન વિભાગનું કહેવું છે. જોકે, હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે કે, ઓગસ્ટ મહિનો કોરો ગયા બાદ સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ પડી શકે છે. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે.

4થી 10 સપ્ટેમ્બરે ગુજરાતનું પલટાઈ શકે છે હવામાનઃ અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે કહ્યું છે કે, આગામી સમયમાં દેશમાં સારો વરસાદ થઈ શકે છે. સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. 10-15 સપ્ટેમ્બર દરમિયાન અરબ સાગરમાં લો પ્રેશર બનશે. સપ્ટેમ્બરમાં ચોમાસા જેવા વરસાદની સંભાવના છે. 4થી 10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે.

ગુજરાતમાં સપ્ટેમ્બરમાં સારા વરસાદની શક્યતા
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતમાં સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં સારો વરસાદ થઈ શકે છે. દેશના કેટલાક ભાગોમાં 100% વરસાદ થઈ શકે છે. બંગાળના ઉપસાગરમાં હલચલ થતાં ગુજરાતમાં સપ્ટેમ્બરમાં સારો વરસાદ થઈ શકે છે. બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે. દક્ષિણ મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. 10થી 14 સપ્ટેમ્બરના અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ બનશે. આ બે સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે. મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ગુજરાતાના અલગ-અલગ વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે.

85 ટકા ઓછો વરસાદ નોંધાયો
આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરો ગયો છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં 85 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હાલ ગુજરાતમાં એક પણ સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે આજે ભારે વરસાદની કોઈ સંભાવના નથી. જોકે, સપ્ટેમ્બરમાં સારા વરસાદના એંધાણ છે.

 

Related Posts