પ્રકાશ પટેલ, પાર્થ જાની અને અંશુમન નેગી વિરુદ્ધ ગાંધીનગર CID ક્રાઇમમાં ફરિયાદ || News Inside

by Bansari Bhavsar
Complaint against issuer of bogus visa stamp to Canada: Tapas with CID Crime

અમદાવાદ: નરોડાના 2 લોકોને કેનેડા જવામાટે 3 ટ્રાવેલ એજન્ટે રૂ.48નો ચૂનો લગાવ્યો
આ રકમ માર્ચ અને જુલાઈ મહિનામાં ટુકડે – ટુકડે ચૂકવી હતી. આ અંગેની ફરિયાદ ગાંધીનગરમાં CID ક્રાઇમમાં નોંધાઈ હતી.એજન્ટ પ્રકાશ પટેલ (ઉવારસદ), પાર્થ જાની (સરગાસણ) અને નવી દિલ્લીના વસંતનગરના અંશુમાન નેગી સામે આ બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે.કઠવાડા રોડ પર શ્રીનાથ હાઈટ્સમાં રહેતા વિરલ પટેલ (ઉ.વ.33) પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે કેનેડા જવા ઈચ્છતો હતો તેથી તેના મિત્ર મયુર પટેલ પાસે તેને આ માટે સલાહ માંગી અને મયુરે તેને કુડાસણમાં પેલીકન ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ નામની ફર્મ ચાલવતા પ્રકાશ અને પાર્થ સાથે ઓળખાણ કરાવી.

તેઓએ કથિત રીતે તેને કેનેડા માટે વર્ક વિઝા મેળવવામાં મદદ કરવાનું વચન આપ્યું હતું. વિરલે તેના સાળા દર્શન પટેલ અને અન્ય ચારનો પરિચય એજન્ટો સાથે કરાવ્યો હતો. “એમને કેનેડા જવા માટે રૂ. 1.16 કરોડ ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. દર્શનને પણ આ અંગે માનવી લીધો હતો. પછી પ્રકાશ અને પાર્થને 48 લાખ રૂપિયા ચૂકવ્યા. બંનેએ અંશુમાન દ્વારા બનાવવામાં આવેલ લેબર માર્કેટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ (LMIA)નો લેટર આ આ લોકોને આપ્યો હતો, જે કેનેડામાં અમારા માટે રોજગારની બાંયધરી આપે છે,” આમ વિરલે પોલીસને જણાવ્યું હતું.
પ્રકાશ પટેલ અને પાર્થ એ કથિત રીતે વિરલ અને દર્શનને ખાતરી આપી હતી કે તેઓ 17 સપ્ટેમ્બરે કેનેડા જવા રવાના થશે. “જો કે, અમને પાછળથી જાણવા મળ્યું કે બંનેએ અમને છેતરવા માટે વિઝા સ્ટેમ્પ (સ્ટીકર) બનાવટી બનાવ્યા હતા,” વિરલનો આરોપ છે. વાઈરલની ફરિયાદના આધારે, સીઆઈડી (ક્રાઈમ) પોલીસે પ્રકાશ પટેલ, પાર્થ અને નેગી વિરુદ્ધ વિશ્વાસ ભંગ, છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો અસલી તરીકે રજૂ કરવા અને ગુનાહિત કાવતરું ઘડવાના આરોપમાં કેસ નોંધ્યો હતો.

Related Posts