સાળંગપુરમાં ‘કિંગ ઓફ સાળંગપુર’ની વિરાટ પ્રતિમા નીચે દર્શાવેલા ભીંતચિત્રોનો વિવાદ વકર્યો, હવે સાધુ-સંતો મેદાને ઉતર્યા

by Dhwani Modi
king of Salangpur controversy in Gujarat, News Inside

Salangpur, Botad| બોટાદ જિલ્લામાં સ્થિત સુપ્રસિદ્ધ સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને વિવાદ સર્જાયો છે. ત્યારે હવે આ વિવાદને લઈને સાધુ-સંતો મેદાનમાં ઉતર્યા છે. જૂનાગઢના મહંત હરી આનંદ બાપુએ આ પ્રકારના ચિત્રને શખ્ત શબ્દોમાં વખોડ્યા છે. હરી આનંદ બાપુએ આ ઘટનાની નિંદા કરતા કહ્યું કે, આ પ્રકારના ચિત્ર અંગે સંત સમાજ આક્રોશમાં છે. સનાતન ધર્મને ઠેસ પહોંચે તેવું કૃત્ય ન કરવું જોઇએ. તો જૂનાગઢ રૂદ્રેશ્વર આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુએ આ કૃત્યને નિંદનીય ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, આવા ઢોંગી સાધુ જે ધર્મના માંચડા ખોલીને બેઠા છે, તેના કારણે અંદરોઅંદરના વિવાદથી વિધર્મીઓને પણ આનંદ થાય છે. તેથી આવા કૃત્ય કરનારને માફી નહીં મળે.

સાળંગપુરમાં હનુમાનજીના નિંદાપાત્ર ચિત્રો મૂક્યા છે: હરી આનંદ સ્વામી
સાળંગપુર મંદિર પરિસરમાં સ્વામીનારાયણ ભગવાનની સમક્ષ હનુમાનજીને નમસ્કાર મુદ્રામાં દર્શાવવામાં આવતા વિવાદ સર્જાયો છે, જે હવે મોટું સ્વરૂપ ધારણ કરે તેમ લાગી રહ્યું છે. સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રો અંગે મહંત હરી આનંદ બાપુએ કહ્યું કે, ‘સાળંગપુરમાં હનુમાનજીની મોટી મૂર્તિ બેસાડી છે, ત્યાં સેવક તરીકેની પ્રતિમા યોગ્ય નથી આ ઘટના નિંદનીય છે. હનુમાનજી આપણા આરાધ્ય દેવ છે. તેમના નિંદાપાત્ર ચિત્રો મૂક્યા છે. હનુમાનજી મહારાજ સ્વામીનારાયણને પગે લાગે છે, સ્વામીના દાસ થઈને રહે એવું દર્શાવ્યું છે, જે નિંદાને પાત્ર છે.

 

પહેલા ભૂલો કરે અને પછી કહે હું માફી માંગુ છુંઃ ઈન્દ્રભારતી બાપુ
ઈન્દ્રભારતી બાપુએ કહ્યું કે, ‘સાળંગપુરમાં હનુમાનજી મહારાજની જે મૂર્તિ બેસાડી તેનું આપણે ગૌરવ અનુભવીએ છીએ. પરંતુ તેની નીચે હનુમાનજી મહારાજના જે ચિત્રો દર્શાવાયા છે, આ કઈ વ્યાજબી ન કહેવાય, આ ધર્મ ન કહેવાય, આ સંપ્રદાયની દાટ વાળવા માટે સાધુ થયા છે કે જે આજે સનાતન ધર્મના દેવી-દેવતાઓને નીચા દેખાડે છે. આના કારણે અમને ઘણું દુઃખ થાય છે. દર વખતે આવી ભૂલો કરીને પછી કહે કે હું માફી માંગુ છું, માફી માંગુ છું, અરે ભાઈ આવું કરીને તમારે માફી જ માંગવાની.’

कमाई करने में पूरी ऊर्जा लगाएं, किसी को पालने में लुटा भी दें -

 

મોરારીબાપુએ કહ્યું- હું બોલ્યો ત્યારે કોઈએ મને સાથ ન આપ્યો
સાળંગપુર મંદિરનો વિવાદ હવે ઘણો વકર્યો છે. આવી સ્થિતિ વચ્ચે રામ કથાકાર મોરારીબાપુએ સાળંગપુર મંદિર વિવાદ મામલે નિવેદન આપ્યું છે. મોરારીબાપુએ કહ્યું કે, હનુમાનજીને સેવા કરતા બતાવવા એ અયોગ્ય છે. વધુમાં તેમણે કહ્યું કે, હું બોલ્યો હતો ત્યારે કોઈએ મને સાથ આપ્યો ન હતો. મોરારીબાપુએ સમાજને આ બાબતે જાગૃત થવાની પણ ટકોર કરી છે.

‘હનુમાનજીની સેવક તરીકેની પ્રતિમા યોગ્ય નથી’
બીજી તરફ આ વિવાદને લઈને બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્વર જગદેવદાસ બાપુએ પણ પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું કે સેવક તરીકેની પ્રતિમા યોગ્ય નથી આ ઘટના નિંદનીય છે. તેમ કહી આ પ્રકારની જે મૂર્તિઓ છે તે હટાવી લેવા જગદેવદાસ બાપુએ માંગ કરી છે. તેઓએ કહ્યું કે ધાર્મિક લાગણીઓનું ધ્યાન રાખવું જોઈએ આવા વિવાદમાં ન પડવું જોઈએ. વિવાદિત ભીંતચિત્રો હટાવી યોગ્ય તકતીઓ લગાવવા તેઓએ જણાવ્યું છે.

શું છે સમગ્ર વિવાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆત ક્યાંથી થઇ તે અંગે વાત કરીએ તો, છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર બોટાદ સ્થિત સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની તસવીરો વાયરલ થઇ રહી છે. આ પ્રતિમાની નીચે કેટલાક ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. આ ચિત્રોમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) સમક્ષ હનુમાનજી નમસ્કાર કરતી મુદ્રામાં દેખાઇ રહ્યાં છે. સંતોનું કહેવું છે કે, આ હનુમાનજીનું અપમાન છે અને સ્વામીનારાયણ સંતોને હનુમાનજી કરતાં મહાન દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે અયોગ્ય છે. વાયરલ થઇ રહેલા આ ફોટામાં જોઈ શકાય છે કે, ભગવાન હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ ચિતરવામાં આવ્યા છે, જે ચિત્રો વાયરલ થતાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

Related Posts