Ahmedabad| અમદાવાદ શહેરના માધવપુરા પોલીસ સ્ટેશનમાં ગત 30 ઓગસ્ટના રોજ ફરિયાદ નોંધાઈ હતી. જે મુજબ એક 45 વર્ષીય યુવકને જાહેર રસ્તા પર માથાના પાછળના ભાગે ત્રિકમના હાથના બે ફાટક મારીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. વાત એમ છે કે, દધીચિ બ્રિજ પાસે અહેમદહુસેનની ચાલીમાં રહેતા 32 વર્ષીય મોહમ્મદ હનીફ ઉર્ફે કાળીયો નામના યુવકે એક શખ્સની જાહેરમાં હત્યા કરી હતી.
શા માટે કરી હત્યા?
મૃતક અબ્દુલ ઉર્ફે બુધીયો સવારના સાવ દસ વાગ્યે જાહેર રસ્તા પર ઉભેલ હતો તે સમયે આરોપી મોહમ્મદ હનીફ ઉર્ફે કાળીયો એ ટીની પાસે જઈને કહ્યું કે, ‘મારા બાપને ગઈકાલે લાફા કેમ માર્યા?’ તેમ કહીને તેની પાસે રહેલ ત્રિકમના હાથથી માથાના પાછળના ભાગે બે ફટકા મારી તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. જે બાદ આસપાસના સ્થાનિકોએ ઈજાગ્રસ્ત અબ્દુલ ઉર્ફે બુધીયાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડો હતો. જે બાદ 31 ઓગસ્ટના રોજ સાંજે 4.15 વાગ્યે તેનું મોટ નીપજ્યું હતું.
ગુનાની તપાસ ચાલુ
આ ઘટના સમયે નજીકના લોકોનું પૂછપરછ કરી પોલીસે વિગતવાર તપાસ હાથ ધરી છે. જેમાં નજરે જોનાર લોકોના નિવેદનોને આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તે ઉપરાંત ઘટના સ્થળે એફએસએલની ટીમ દ્વારા પરીક્ષણ કરીને ગુન્હાની જગ્યાનું પંચનામું કરવામાં આવ્યું છે. તથા આરોપીની વધુ પૂછપરછ શરુ છે.