વડતાલધામના નૌતમ સ્વામીએ હનુમાનજીના ભીંતચિત્રોને યોગ્ય ઠેરવ્યા, કહ્યું ‘હનુમાનજી મહારાજે સ્વામિનારાયણ ભગવાનની અનેકવાર સેવા કરી છે’

by Dhwani Modi
Nautham Swami of Vadtaldham vindicates Hanumanji murals, News Inside

Salangpur Controversy| સાળંગપુરમાં હનુમાનજીનાં વિવાદિત ચિત્ર મુદ્દે સ્વામીનારાયણ સંપ્રદાયનાં નૌતમ સ્વામીની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં નૌતમ સ્વામીએ જણાવ્યું છે કે, સાળંગપુરમાં હનુમાનજી મહારાજને વડતાલ સંસ્થા દ્વારા પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે. હનુમાનજીની મોટી મૂર્તિ ત્યાં સ્થાપવામાં આવી છે. તેમજ સંપ્રદાયનાં સ્વામિનારાયણ ભગવાનનાં એશ્વર્યને પણ ત્યાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે. સ્વામિનારાયણ ભગવાન છે. ત્યારે આ બાબતે કોઈએ વ્યક્તિગત ચર્ચાઓ કરવી હોય તો પણ કરી શકે છે. આપણા સંપ્રદાયમાં ક્યારેય કોઈ ભગવાન અને ભગવાનનાં અવતારો એનું ક્યારેય કોઈ દિવસ અપમાન કરવાનો પણ હેતુ હોતો નથી, છે નહી અને હતો પણ નહી.

સ્વામિનારાયણ ભગવાનની પણ હનુમાનજી મહારાજે અનેકવાર સેવા કરી: નૌતમ સ્વામી
સ્વામિનારાયણ ભગવાન છે અને તેમનાં કુળદેવ પણ હનુમાનજી મહારાજ છે. ભગવાનનાં જેટલા પણ અવતારો થયા, ભગવાન શ્રી રામચંદ્રજી, શ્રી કૃષ્ણનારાયણ, સ્વામીનારાયણ ભગવાન છે. સ્વામિનારાયણ ભગવાનની પણ હનુમાનજી મહારાજે અનેકવાર સેવા કરી છે. એ આખો સ્વામિનારાયણ સંપ્રદાયનો ઈતિહાસ એનાથી ભરેલો છે. કોઈને વ્યક્તિગત એનાથી નાના મોટા પ્રશ્નો હોય તો યોગ્ય ફોરમ ઉપર જઈને વાત કરી શકે છે. કેટલાક લોકો આનાં સંદર્ભમાં કોર્ટમાં ગયા છે. તો કોર્ટમાં એનો યોગ્ય જવાબ આપવો પડશે. સંપ્રદાયનાં કોઈ વ્યક્તિએ સામાન્ય નાના મોટા માણસોને જવાબ આપવાની જરૂર નથી.

ભગવાનની વાતને જો કોઈ પણ ટાળવાનો પ્રયત્ન કરતો હોય તો એ વ્યાજબી નથીઃ નૌતમ સ્વામી
ક્યારેય કોઈ દેવી દેવતાઓનું અપમાન સંતો કરતા હોય તો તે સહેજ પણ ગ્રાહ્ય નથી. પણ એની સાથે સાથે સ્વામિનારાયણએ ભગવાન છે. અને ભગવાનની વાતને જો કોઈ પણ ટાળવાનો પ્રયત્ન કરતો હોય તો એ વ્યાજબી નથી. તેમજ માફ કરવા માટે પણ યોગ્ય નથી. હું સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થનાં કરૂ છું. આપણા સૌ સમાજનાં સત્સંગીઓએ આ બાબતની અંદર નીડર રહેવું. ક્યારેય પણ કોઈ પાજી પાલવની છાયામાં દબાવવું નહી. કોઈ પણ વાત કરે તો સ્વામિનારાયણ ભગવાનનાં શાસ્ત્રોનાં આધારે એને જવાબ આપવો. સત્સંગી જીવન, વચનામૃત અને શિક્ષાપત્રી એ આપણું લેન્ડ માર્ક છે.

બધા સંપ્રદાયોએ એક થવાની જરૂર છે, નહી કે અંદરો અંદર એકબીજાનાં ટાંટિયા ખેંચની પ્રવૃતિ કરવાનો
સ્વામિનારાયણનાં સંપ્રદાયે ગુજરાતને ઘણું બધુ આપ્યું છે. આપણે ડંકાની ચોટ ઉપર કહી શકીએ છીએ. સૌ સંતોને પણ હું વિનંતી કરૂ છું કે આપણૈ સૌ સંતોએ સાથે મળી અને તમામ 127 જેટલા હિદું સંપ્રદાયો આપણી સનાતન વૈદિક પરંપરાનાં છે. એ સૌએ સાથે મળી આપણા હિદું સનાતન ધર્મને મજબૂત કરવાની જરૂર છે. કોઈ માણસો હિંદુ સનાતન વૈદિક સનાતન સંપ્રદાયને અને હિદું ધર્મને જ્યારે નુકશાન કરતા હોય અને એવી પરિસ્થિતિમાંથી જ્યારે ભારતીય સંસ્કૃતિ પસાર થઈ રહી છે. ત્યારે બધા સંપ્રદાયોએ એક થઈ એનો સામનો કરવાની જરૂર છે નહી કે અંદરો અંદર એકબીજાનાં ટાંટિયા ખેંચની પ્રવૃતિ કરવાનો.

Related Posts