Salangpur Temple Controversy| સાળંગપુર મંદિરમાં ભિંતચીત્રોને લઈ વિવાદ બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સાળંગપુર હનુમાનજી મંદિર વિવાદ મામલે હવે મંદિર પરિસરમાં મિડીયા પર પ્રતિબંધ લગાવાયો છે. વિગતો મુજબ મંદિર ટ્રસ્ટે મિડીયા પર પ્રતિબંધ લગાવ્યો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, મંદિર ટ્રસ્ટ અને હિન્દૂ સંગઠનોના આગેવાનો વચ્ચે યોજાયેલ બેઠક પણ પૂર્ણ થઈ છે. જેને લઈ હવે સાળંગપુર મંદિર વિવાદમાં જલ્દી જ સમાધાન થઈ શકે છે.
સાળંગપુર મંદિર વિવાદ વચ્ચે મંદિર પરિસરમાં મંદિર ટ્રસ્ટે મીડિયાકર્મીઓના પ્રવેશ પર રોક લગાવી છે. આ તરફ સાળંગપુરમાં ભીંતચિત્રોને લઇ મોટા વિવાદને લઈ અનેક સાધુસંતો બાદ વિશ્વ હિન્દૂ પરિષદ મેદાને ઉતર્યું છે. આ બધાની વચ્ચે હવે મહત્વના સમાચાર સામે આવ્યા છે કે, અમદાવાદના મેમનગર સ્વામિનારાયણ ગુરુકુળમાં VHP અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે મોટી બેઠક થઈ છે. જેને લઈ સાળંગપુર મંદિર વિવાદમાં જલ્દી જ સમાધાન થઈ શકે છે.
સાળંગપુર મંદિર વિવાદને લઈ વિશ્વ હિન્દૂ પરિષદના મહામંત્રી અશોક રાવલે નારાજગી વ્યક્ત કરી હતી. આ તરફ VHPના આગેવાનો ગઈકાલે રાત્રે વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતો સાથે બેઠક કરી હતી. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના મેમનગર સ્વામિનારાયણ ગુરુકુળમાં VHP અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે મોટી બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય સંતો હાજર રહ્યા હતા. આ બેઠકમાં સંતોએ VHPને વિવાદનો ઝડપથી અંત લાવવાની ખાતરી આપી હોવાનું સામે આવ્યું છે.