પ્રાથમિક શિક્ષકો/વિદ્યાસહાયકો માટે મહત્વના સમાચાર, પ્રાથમિક શાળામાં વધ-ઘટ બદલી કેમ્પની તારીખ થઇ જાહેર

by Dhwani Modi
the date of change camp in primary school has been announced, News Inside

Gujarat| પ્રાથમિક શાળાના શિક્ષકોને લઈ વધુ એકવાર મહત્વના સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક શાળામાં વધ-ઘટ બદલી કેમ્પની તારીખ જાહેર કરાઈ છે. 31 જુલાઈ, 2023ની સ્થિતિ મુજબ બદલી કેમ્પ કરવા સુચના અપાઈ છે. અહીંયા આપણે જણાવી દઈએ કે, 6 સપ્ટેમ્બર, 2023થી 12 સપ્ટેમ્બર, 2023 દરમિયાન આ બદલી કેમ્પ યોજાશે.

શું છે પરીપત્રમાં?

રજૂઆત કરાઈ હતી
રાજ્યના વિવિધ જિલ્લામાંથી પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષિણ સંઘ સમક્ષ રજૂઆત કરાઈ હતી. જેને લઈને આ બાબતે રાજ્ય સંઘે પ્રાથમિક શિક્ષણ નિયામકને રજૂઆત કરી હતી. જો કે, જે સમગ્ર બાબતને લઈ શિક્ષણ નિયામકે વધ-ઘટ બદલી કેમ્પની તારીખ જાહેર કરી 31 જુલાઈ, 2023ની સ્થિતિ મુજબ બદલી કેમ્પ કરવા સુચના આપી છે.

Related Posts