Rajasthan| રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં હૈવાનિયતની ઘટના સામે આવ્યા બાદ હોબાળો શરુ થયો છે. ગર્ભવતી આદિવાસી મહિલાને નગ્ન કરીને ફેરવવાની ઘટના સામે આવ્યા બાદ ભાજપે ગહેલોત સરકાર પર ટાર્ગેટ કરવાનું શરુ કરી દીધું છે. ભાજપના દિગ્ગજ નેતા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા સતીશ પૂનિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું છે કે, સીએમ અશોક ગહેલોત પાસેથી જવાબ માગ્યો છે.
अशोक गहलोत जी, कोई जवाब है इस हैवानियत का आपके पास? राजस्थान में महिलाओं के प्रति बढ़ते वीभत्स अपराध चीख चीख कर दरिंदगी बयान कर रहे हैं और आप किसी अबला की अस्मत बचाने की बजाय कुर्सी बनाए रखने की सियासत में व्यस्त हैं, लानत है ऐसी कुर्सी और ऐसी सियासत पर, जनता तो क्या अब तो भगवान… https://t.co/dev9sB3o1R
— Satish Poonia (@DrSatishPoonia) September 1, 2023
તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું કે, પ્રતાપગઢમાં આદિવાસી મહિલા સાથે દુર્વ્યવહારનો વીડિયો જોયા બાદ હચમચી જશો. અપરાધીઓ ખુલ્લેઆમ વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયા પર પણ અપલોડ કરી રહ્યા છે. આ દુર્વ્યવહાર સમાજ અને લોકતાંત્રિક મૂલ્યોની હાર છે. રાજ્ય સરકારને અનુરોધ છે કે, દોષિતોને એટલી કડક સજા ફટકારવામાં આવે કે, અપરાધનો વિચાર આવે તો અપરાધીઓના મનમાં ભય ઉત્પન્ન થઈ જાય.
प्रतापगढ़ जिले में पीहर और ससुराल पक्ष के आपसी पारिवारिक विवाद में ससुराल पक्ष के लोगों द्वारा एक महिला को निर्वस्त्र करने का एक वीडियो सामने आया है।
पुलिस महानिदेशक को एडीजी क्राइम को मौके पर भेजने एवं इस मामले में कड़ी से कड़ी कार्रवाई के निर्देश दिए हैं।
सभ्य समाज में इस…
— Ashok Gehlot (@ashokgehlot51) September 1, 2023
વીડિયોમાં રડતી દેખાઈ મહિલા
આપને જણાવી દઈએ કે, પ્રતાપગઢ જિલ્લાના એક ગામમાં 21 વર્ષિય ગર્ભવતી મહિલાને નિર્વસ્ત્ર કરીને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. અહીં ગર્ભવતી મહિલાને નગ્ન કરીને ગામમાં ફેરવવામાં આવી હતી. વીડિયોમાં મહિલા રડતી દેખાઈ રહી છે. જાણકારી અનુસાર, મહિલાને તેના પતિ અને પરિવારના લોકોએ નગ્ન કરીને તેની સાથે મારપીટ કરી હતી. મામલો સામે આવ્યા બાદ પ્રતાપગઢ એસપી સાથે બાંસવાડા રેન્જના આઈજીએ પણ આરોપીઓની ધરપકડ કરવા માટે મોર્ચો સંભાળી લીધો છે.
ચાર દિવસ પહેલા પ્રેમી સાથે ભાગી ગઈ હતી
જાણકારી અનુસાર, મામલો પ્રતાપગઢ જિલ્લાના એક ગામની 21 વર્ષીય ગર્ભવતી મહિલાનો છે. વીડિયો ચાર દિવસ જુનો છે. અહી રહેતી એક મહિલાના એક વર્ષ પહેલા લગ્ન થયાં હતા. આ બાદ તેની બાજૂના ગામમાં રહેતા એક યુવક સાથે તેને પ્રેમ થયો હતો. અને મહિલા ગર્ભવતી પણ છે. ચાર દિવસ પહેલા તે પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જ્યારે પરિવારને તેની જાણકારી મળી તો પરિવારના લોકોએ મહિલાનો પીછો કર્યો અને તેને પકડી પાડીને તેની સાથે આ નિર્મમ કૃત્ય આચર્યું હતું.