અમાન્ય અથવા અમાન્ય કરવા યોગ્ય લગ્નથી પેદા થયેલા બાળકો પણ હશે માતા-પિતાની સંપત્તિમાં હકદાર: SC

by Dhwani Modi
supreme court gave decision on 2011 case, News Inside

Supreme Court| સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમાન્ય (વોઈડ) અથવા અમાન્ય કરવા યોગ્ય (વોઈડેબલ) લગ્નથી પેદા થયેલા બાળકો કાયદાકીય રીતે માન્ય હશે અને હિન્દુ ઉત્તરાધિકારી કાનૂન અંતર્ગત માતા-પિતાની સંપત્તિ પર દાવો કરી શકશે. હિન્દુ ઉત્તરાધિકારી કાનૂન અનુસાર અમાન્ય વિવાહમાં પુરુષ તથા સ્ત્રીને પતિ અને પત્નીનો દરજ્જો નથી મળતો. જોકે, અમાન્ય કરવા યોગ્ય વિવાહમાં તેને પતિ અને પત્નીનો દરજ્જો મળે છે. અમાન્ય વિવાહને નિરસ્ત કરવા માટે આદેશની જરુર હોતી નથી. જે વિવાહને કોઈ એક પક્ષના અનુરોધ પર રદ કરી શકાય છે, તેને ‘અમાન્ય કરવા યોગ્ય વિવાહ'(વોઈડેબલ) કહેવાય છે.

આ ચુકાદો ભારતના મુખ્ય ન્યાયધીશ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની આગેવાનીવાળી ત્રણ ન્યાયાધીશોની પીઠે રેવનાસિદ્દપ્પા વિ. મલ્લિકાર્જૂન(2011) મામલામાં બે ન્યાયાધીશોની પીઠના ચુકાદાના સંદર્ભમાં આપ્યો હતો. જેમાં કહેવાયું હતું કે, શૂન્ય/અસ્થિર વિવાહમાં પેદા થયેલા બાળકો માતા-પિતાની સંપત્તિ પ્રાપ્ત કરવા માટે હકદાર છે. કોર્ટે કહ્યું કે, પછી તે સ્વ-અર્જિત સંપત્તિ હોય કે પૈતૃક સંપત્તિ. સુપ્રીમ કોર્ટે 2011ની એક અરજી પર આ પ્રકારે નિર્ણય આપ્યો હતો.

હકીકતમાં જોઈએ તો, સુપ્રીમ કોર્ટે વર્ષે 2011ની એક અરજી પર નિર્ણય આપ્યો છે. જે આ કાનૂની મામલાથી સંબંધિત છે કે, શું લગ્ન કર્યા વિના પેદા થયેલા બાળકો હિન્દુ કાનૂન અંતર્ગત પોતાના માતા-પિતાની પૈતૃક સંપત્તિમાં ભાગ લેવા માટે અધિકારી હોય છે કે નહીં. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પીઠે એક નિર્ણયમાં કહ્યું કે, અમે હવે નિષ્કર્ષ તૈયાર કરી લીધું છે. પ્રથમ અમાન્ય વિવાહથી પેદા થયેલા બાળકોને સંવૈધાનિક વૈધતા આપવામાં આવે છે અને બીજુ હિન્દુ વિવાહ અધિનિયમની કલમ 16(2)ના સંદર્ભમાં અમાન્ય કરવા યોગ્ય વિવાહને નિરસ્ત કરતા પહેલા પેદા થયેલા બાળક માન્ય હોય છે. કોર્ટે કહ્યું કે, આવી રીતે દીકરીઓને સમાન અધિકાર આપવામાં આવશે. બે ન્યાયધીશોની પીઠે 31 માર્ચ, 2011ના રોજ આ મામલે એક મોટી પીઠને નિર્ણય મોકલ્યો હતો.

 

Related Posts