સલમાન ખાનના ફેન્સ માટે ખુશ ખબર! આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે ફિલ્મ ‘ટાઇગર 3’

by Dhwani Modi
Tiger 3 release date announcement, News Inside

Tiger 3 release date announce|  હાલ દરેક જગ્યાએ શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ની વાતો થઈ રહી છે. તેવામાં બોલીવુડના દબંગ એટલે કે સલમાન ખાને તેની આવનારી ફિલ્મ ટાઈગર 3 નું પહેલું પોસ્ટર શેર કર્યું છે. સાથે જ લખ્યું છે કે દિવાળીના અવસર પર ફિલ્મ ‘ટાઈગર 3’ લઈને આવી રહ્યા છે.

‘ટાઈગર 3’નું પોસ્ટર શેર કર્યું 
સલમાને ખુદ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા પર ‘ટાઈગર 3’નું પોસ્ટર શેર કરીને ચાહકોને જાણ કરી છે. ઈન્સ્ટાગ્રામ પર વિવિધ ભાષાઓમાં ટાઈગર 3 ના પોસ્ટર્સ રિલીઝ કરતી વખતે સલમાને લખ્યું છે – ‘હું આવું છું! ટાઈગર 3 આ દિવાળી પર’. આ જાહેરાત બાદ સલમાનના ચાહકો ચોક્કસપણે આનંદથી ઉછળી પડ્યા છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે કેટરિના કૈફ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

સલમાન અને કેટરીના આવા અંદાજમાં નજર આવ્યા
સલમાન ખાને ‘ટાઈગર 3’નું પોસ્ટર શેર કર્યું છે. આમાં તેની સાથે કેટરિના કૈફ જોવા મળી રહી છે. સલમાન અને કેટરિના બંને બુલેટ પ્રૂફ જેકેટ પહેરેલા અને હાથમાં મશીન ગન પકડેલા સૈનિકોના અવતારમાં જોવા મળે છે. આપને જણાવી દઈએ કે ટાઈગર 3 ફિલ્મ ટાઈગર સિરીઝનો ત્રીજો પાર્ટ છે. અગાઉ એક થા ટાઇગર અને ટાઇગર ઝિંદા હૈ ફિલ્મે સિનેમાઘરોમાં ખૂબ જ ધૂમ મચાવી હતી.

કેટરીના સાથે જામશે જોડી
‘એક થા ટાઈગર’ અને ‘ટાઈગર ઝિંદા હૈ’ પછી ફરી એક વખત કેટરિના કૈફ અને સલમાન ખાનની જોડી ‘ટાઈગર 3’માં એક સાથે નજર આવશે. ફિલ્મમાં કેટરિના અને સલમાનની જોડી દર્શકોને ઘણી પસંદ પડી હતી. આ ફિલ્મની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી અને અંતે સલમાન ખાને ટાઈગર 3ની નવી રિલીઝ ડેટની જાહેરાત કરીને ચાહકોને ખુશ કરી દીધા છે.

ઈદની જગ્યા એ દિવાળી પર રિલીઝ કરશે ફિલ્મ
અત્યાર સુધી સલમાન ખાનની મોટાભાગની ફિલ્મો ઈદ પર રિલીઝ થઈ છે. પણ આ વખતે સલમાન ખાન ઈદ પર નહીં પણ દિવાળી પર તેની ફિલ્મ રિલીઝ કરવા માંગે છે. આ સિવાય એવા અહેવાલો પણ મળ્યા છે કે શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’માં સલમાન અને સલમાનની ફિલ્મ ‘ટાઈગર’ માં શાહરુખ ખાન કેમિયો કરશે.

Related Posts