સાળંગપુર વિવાદિત ભીંતચિત્રોનો મામલો: અજાણ્યા શખ્સે ભીંતચીત્રો પર કાળું પોતુ ફેરવીએ છડીના ફાટક માર્યા

by Dhwani Modi
Salangpur Controversy, News Inside

Salangpur, Botad|  કિંગ ઓફ સાળંગપુર તરીકે પ્રચલિત હનુમાનજીની પ્રતિમા નીચે સ્વામીનારાયણ સંપ્રદાયના સંત સામે હનુમાનજીને દાસ તરીકે દર્શાવવના મુદ્દે એક તરફ સાધુ-સંતોમાં ભારે ક્રોધ છે, ત્યારે હવે એક શખ્સ દ્વારા આ વિવાદમાં ઘી હોમવાનું કામ કરવામાં આવ્યું છે. એક વીડિયો સામે આવ્યો છે કે જેમાં દેખાય છે કે એક વ્યક્તિ દ્વારા જે વિવાદિત ભીંતચિંત્રો છે તેના પર કાળો રંગ લગાવવામાં આવે છે અને તેના હાથમાં રહેલી છડી દ્વારા ભીંતચિત્રો પર પ્રહાર કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ત્યાં પોલીસ પહોંચે છે અને તે શખ્સને ભીંતચિત્રો પર જે કૃત્ય કરવામાં આવતું હતું તેને અટકાવી દેવામાં આવે છે.

 જે શખ્સ દ્વારા ભીંતચિત્રો પર કાળો રંગ લગાવીને તથા છડીથી પ્રહાર કરવામાં આવી રહ્યો હતો તેની પોલીસે અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે. હવે જે શખ્સની અટકાયત કરવામાં આવી છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનાની માહિતી મળતા ઉચ્ચ પોલીસ અધિકારી પણ સ્થળ પર પહોંચી ગયા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

 જે ભીંતચિત્રોને લઈને વિવાદ ઉભો થયો છે તેના પર રંગ લગાવનારી વ્યક્તિ કોણ છે અને તેણે શા માટે આ પગલું ભર્યું તે અંગે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. આજે શનિવાર છે ત્યારે મોટી સંખ્યામાં હનુમાનજીના દર્શન કરવા માટે ભક્તો અહીં પહોંચતા હોય છે, આવામાં એક વ્યક્તિ અહીં દર્શન કરવા આવી હતી તેણે આ કૃત્ય કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Related Posts