CM ભુપેન્દ્ર પટેલના દીકરા અનુજ પટેલની તબિયતમાં સુધારો આવતા આજે સાંજે ઘરે પરત ફરશે, 3 મહિના પહેલા આવ્યો હતો બ્રેઈન સ્ટ્રોક

by Dhwani Modi
Anuj Patel's health improved, News Inside

Gujarat| ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયતમાં સુધારો આવ્યો છે. બ્રેઇન સ્ટ્રોકના કારણે અનુજ પટેલની મુંબઈમાં સારવાર ચાલી રહી હતી. તેમાં રિકવરી આવતા 3 મહિના બાદ અનુજ ઘરે પરત ફરશે. જેમાં આજે મોડી સાંજ સુધીમાં અનુજ ઘરે પરત ફરશે.

ઘરે જતા પહેલા અડાલજ ત્રિમંદિરમાં દર્શન કરશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માટે રાહતના સમાચાર છે. તેમના પુત્ર અનુજ પટેલની તબિયતમાં સુધારો થયો છે. તથા તબિયતમાં સુધાર થતા આજે તેમનો પુત્ર ગુજરાત પરત આવશે. મુખ્યમંત્રીના પુત્ર અનુજ પટેલ અમદાવાદ પરત આવી રહ્યાં છે. અનુજ પટેલની બ્રેઇન સ્ટોકના કારણે મુંબઈમાં સારવાર ચાલી રહી હતી. સારવારમાં રિકવરી આવ્યા બાદ ત્રણ મહિને અનુજ ઘરે પરત ફરશે. તેમાં આજે મોડી સાંજ સુધીમાં તેઓ ઘરે પહોંચશે. તથા ઘરે જતા પહેલા અનુજ પટેલ અડાલજ ત્રિમંદિરમાં દર્શન કરશે.

અનુજ પટેલના સ્વાસ્થ્યમાં સુધારો આવતો જોવા મળ્યો
ત્રણ મહિના પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દીકરા અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. જે પછી સર્જરી કર્યા બાદ તેમની મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જ્યાં અનુજ પટેલનું તબીબો દ્વારા સતત ઓબ્ઝર્વેશન રાખવામાં આવી રહ્યુ હતુ. નિષ્ણાંત તબીબોના ઓબ્ઝર્વેશનમાં રહેવાનો ફાયદો અનુજ પટેલને મળી રહ્યો હતો. અનુજ પટેલનું કાર્ડીયોલોજીસ્ટ, મેડિસીન વિભાગ, ન્યુરોલોજીસલ્ટ તેમજ નેફરોલોજીસ્ટ વિભાગના નિષ્ણાંત તબીબો દ્વારા સતત મોનીટરિંગ કરવામાં આવતુ હતુ. આ જ મોનિટરિંગના કારણે અનુજ પટેલના સ્વાસ્થ્યમાં સુધારો આવતો જોવા મળ્યો છે.

Related Posts