માતમ મનાવા જઈ રહેલા પરિવારને નડ્યો અકસ્માત, એક પરિવારના 6 લોકોના ઘટનાસ્થળે કરુણ મોત

by Dhwani Modi
Fatal road accident in Tamil Nadu, News Inside

Tamil Nadu|  તામિલનાડુના સલેમમાં વહેલી સવારે ભીષણ રોડ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાઓ દરમિયાન હાઇવે પર પાર્ક કરેલી લારી પાછળ પુરઝડપે આવતી કાર ઘૂસી ગઇ હતી. કારમાં સવાર 6 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. મૃતકો એક જ પરિવારના હતા અને કોઈ મરણપ્રસંગે જઈ રહ્યાં હોવાનું મીડિયા રિપોર્ટમાં સામે આવ્યુ છે. આ અકસ્માત સવારે 4 વાગ્યાની આસપાસ થયો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયો ન્યૂઝ એજન્સી પીટીઆઈના એક્સેલ પર શેર કરવામાં આવ્યો છે.

વહેલી સવારે સર્જાયો જીવલેણ એક્સિડન્ટ 
તામિલનાડુના યેંગુરના એક પરિવારના 6 સભ્યો કારમાં પેરુન્થુરાઈ જવા રવાના થયા હતા. સવારે 4વાગ્યે સાલેમ-ઇરોડ હાઇવે પર કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી. ત્યારે તે સીધી હાઇવેની સાઇડમાં પાર્ક કરેલી લારીની પાછળ ટકરાઈ હતી. કારની સ્પીડ એટલી વધારે હતી કે પેસેન્જર કાર લોરીના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી. કારમાં સવાર આઠ લોકોમાંથી છના ઘટના સ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં એક વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. કહેવાય છે કે તેની માતા અને પિતાનું પણ મોત થઇ ચૂક્યું છે.

CCTVમાં રેકોર્ડ થઈ સમગ્ર ઘટના 
વાહનમાં સવાર બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સ્થાનિક રહીશોની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. આ ઘટના રસ્તા પર લાગેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ હતી.

Related Posts