સુરત લવજેહાદનો મામલો: પ્રેમજાળમાં ફસાવી સતત 2 વર્ષ સુધી આચરતો રહ્યો દુષ્કર્મ, યુવતી પાસેથી 14 લાખ રૂપિયા પણ પડાવ્યા

by Dhwani Modi
Surat love jihad case, News Inside

સુરતના અમરોલીના કોસાડ ગામમાં લવ જેહાદની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. વાત જાણે એમ છે કે, અહીં એક હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક લગ્નની લાલચ આપી ભગાડી જતા દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. કોસાડ ગામમાં રહેતા આરોપી ઈરફાન સિંધીએ પોતાની સાથે જ ભણતી અને એક જ ફળિયામાં રહેતી હિન્દુ યુવતીને છેલ્લા બે વર્ષથી પ્રેમ જાળમાં ફસાવીને વારંવાર અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ તરફ યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને બાડમેરથી ઝડપી પાડી યુવતીને તેના ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી.

એક જ ફળિયામાં રહેતી હિન્દુ યુવતીને ફસાવી 
સુરતના અમરોલીના કોસાડ ગામમાં લવ જેહાદની ઘટનામાં પોલીસે આરોપી ઈસમને ઝડપી પાડ્યો છે. વિગતો મુજબ આરોપી ઈરફાન સિંધીએ પોતાની સાથે જ ભણતી અને એક જ ફળિયામાં રહેતી હિન્દુ યુવતીને છેલ્લા બે વર્ષથી પ્રેમ જાળમાં ફસાવી હતી. આ તરફ ઇસમે યુવતીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું.

પીડિતાની માતાના ATM કાર્ડથી 14 લાખ ઉઠાવ્યા
નોંધનીય છે કે, બે વર્ષ દરમિયાન ઇરફાન પાસે પીડિતાની માતાનું ATM કાર્ડ રહેતું હતું. તેમાંથી જુદા જુદા સમયે અંદાજિત 14 લાખ રૂપિયા જેટલી મતદાર રકમ ઉપાડી લીધી હતી. પૈસા પડાવવા ઉપરાંત તેનું જાતીય શોષણ પણ કરતો હતો. ગત 26 ઓગસ્ટના રોજ ઇરફાન સિંધી યુવતીને લઈને અમદાવાદ અને ત્યાંથી રાજસ્થાનના બાડમેરમાં ભગાડી ગયો હતો. આ તરફ યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને બાડમેરથી ઝડપી પાડી યુવતીને તેના ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી.

કેવી રીતે ફસાવી યુવતીને?     
પીડિતા અને આરોપી ઈરફાન સિંધી સાથે ભણતા ગાતા. આ સાથે ઈરફાન સિંધી અને હિન્દુ યુવતી એક જ ફળિયામાં રહેતા હતા. જેને લઈ આરોપીએ હિન્દુ યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. આ સાથે 2 વર્ષ દરમિયાન અલગ-અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ તરફ 26 ઓગસ્ટે આરોપી ઇરફાન સિંધી યુવતીને ભગાડી ગયો અને યુવતીને અમદાવાદ અને ત્યારબાદ રાજસ્થાન લઈ ગયો હતો.

યુવતીએ વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધાવી 
સુરતના અમરોલી પોલીસ સ્ટેશનની હદમાં આવતા કોસાડ ગામની એક યુવતીને વિધર્મી યુવાન લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આ વિધર્મી યુવાન અને યુવતીને અમરોલી પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી ઝડપી પાડ્યા છે. બીજી તરફ યુવતીએ વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધાવી છેલ્લા બે વર્ષ દરમિયાન પોતાનું યૌન શોષણ થયાની તેમજ વિધર્મી યુવાન ઈરફાન સિંધીએ ટુકડે ટુકડે 14 લાખ જેટલી મોટી રકમ પડાવી લીધી હોવાની ફરિયાદ નોંધાવી છે.

યુવતી પાસેથી રૂપિયા પડાવી ઈરફાને બોરિંગનો ધંધો શરુ કર્યો 
છેલ્લા બે વર્ષ દરમિયાન ઇરફાને આ યુવતી કે જેની પાસે પોતાની માતાનું ATM કાર્ડ રહેતું હતું તેમાંથી જુદા જુદા સમયે અંદાજિત 14 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી હતી. યુવતી પાસેથી રૂપિયા પડાવી લઇ ઈરફાન સિંધીએ બોરિંગ નો ધંધો, ઘરમાં ફર્નિચર અને એક નવી મોટરસાયકલ ખરીદવામાં વાપરી નાખ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે હાલ ઈરફાન સિંધીને અમરોલી પોલીસે ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

Related Posts