નૌતમ સ્વામીને તમામ પદ પરથી હટાવાયા બાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને સોંપાઈ મોટી જવાબદારી

by Dhwani Modi
Dilipdasji Maharaj was entrusted with the big responsibility, News Inside

Dilipdasji Maharaj|  સનાતની સાધુ-સંતો સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને અખિલ ભારતીય સંત સમિતિના પ્રદેશ પ્રમુખ બનવાવામાં આવ્યા છે. જગન્નાથ મંદિરમાં યોજાયેલી બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જ્યારે નૌતમ સ્વામીની હાકાલપટ્ટી બાદ કરાઈ નવા પ્રમુખની વરણી કરી દેવામાં આવી છે. આ સાથે જ અમદાવાદના જગવિખ્યાત જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને હવે મોટી જવાબદારી મળી છે.

રાષ્ટ્રીય પ્રમુખ અવિચલદાસજી મહારાજના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મહંત દિલીપદાસજી મહારાજને મોટી જવાબદારી મળી છે. અખિલ ભારતિય સંત સમિતિના ગુજરાતના પ્રમુખ તરીકેની જવાબદારી મહંત દિલીપદાસજી મહારાજને મળી છે. આજ બેઠકમાં ગુજરાત પ્રાંતના અધ્યક્ષ ઉપરાંત બે કાર્યકારી ઉપાઅધ્યક્ષની પણ નિમણુંક કરવામાં આવી છે. મોહનદાસજી મહારાજને અને રાજેન્દ્રનંદગીરી મહારાજને કાર્યકારી ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે.

Related Posts