જગતમંદિર દ્વારકામાં કૃષ્ણજન્મને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. જન્માષ્ટમીને લઈ ભગવાન દ્વારિકાધીશના વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે. જગત મંદિરમાં કૃષ્ણજન્મનો ઉત્સવ ઉજવાશે. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો કૃષ્ણ જન્મોત્સવમાં જોડાશે. જેને લઈ હવે દ્વારકામાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
દ્વારકામાં જન્માષ્ટમીને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કૃષ્ણજન્મને લઈ દ્વારિકાધીશના વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે. ઠાકોરજીને કેસરિયા વાઘા પહેરાવવામાં આવશે. આ સાથે કાળીયા ઠાકરને રત્નજડિત આભૂષણ ચઢાવાશે. મહત્વનું છે કે, સોના-ચાંદીના તારથી ભરતકામ કરાયેલા વસ્ત્રો પણ કાળિયા ઠાકરને અર્પણ કરાશે. નોંધનીય છે કે, વસ્ત્રનું ભરતકામ કોલકાતા, સુરત અને રાજકોટમાં કરવામાં આવ્યું છે.
ઠાકોરજીને કેસરિયા રંગના વસ્ત્રો પહેરાવામાં આવશે
જન્માષ્ટમીને લઈ કાળીયા ઠાકોરના વસ્ત્રો પર રત્નો જડિત આભૂષણો ચડાવાશે. સોના અને ચાંદીના તાર દ્વારા એમરોઈડરી વર્ક કરાયેલા વસ્ત્રો અર્પણ કરાશે. મહત્વનું છે કે, આ વસ્ત્રનું વર્ક વૃંદાવન, કલકત્તા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં તૈયાર થયા છે. દ્વારકામાં દ્વારકાધીશના સ્વરૂપ મુજબ અંતિમ ફિનિશિંગ વર્ક કરવામાં આવ્યું છે. ભગવાન દ્વારિકાધીશના વસ્ત્રોમાં અંતિમ ફિનિશિંગ વર્ક દ્વારકાના સ્થાનિક સેવકો દ્વારા કરાયુ છે. મહત્વનું છે કે, આ વર્ષે ભગવાન દ્વારિકાધીશને ખાસ કેસરિયા વસ્ત્રો ધારણ કરવામાં આવશે.