American Green Card| અમેરિકામાં એક લાખ ભારતીય બાળકો માતા-પિતાથી વિખૂટા પડે તેવી ગંભીર સ્થિતિ ઉદ્ભવી શકે છે. અમેરિકામાં ગ્રીનકાર્ડની પ્રક્રિયામાં ધાર્યા કરતા વધુ વાર લાગી રહી છે. જો ગ્રીન કાર્ડ ન મળ્યું તો ભારતીય મૂળના ૧.૩૪ લાખ બાળકોને પેરેન્ટ્સથી વિખૂટા પડવાનો વારો આવશે. કારણ કે, અમેરિકામાં એચ-4 વિઝા હેઠળ નોકરી કરતાં ગ્રીનકાર્ડ ન ધરાવતા પેરેન્ટ્સ નિયમ પ્રમાણે સંતાનોને 21 વર્ષ સુધી જ સાથે રાખી શકે છે. લાખો ભારતીયો વર્ષોથી ગ્રીન કાર્ડની રાહ જોઈને બેઠા છે. પરંતું અમેરિકા આ મામલે ટસનું મસ નથી થઈ રહ્યું. કારણ કે, અમેરિકા પાસે ગ્રીન કાર્ડ આપવા માટે લાંબુલચક વેઈટિંગ લિસ્ટ છે. તેથી હજી સુધી તેના પર કોઈ નિર્ણય લેવાયો નથી.
હાલ અમેરિકામાં સ્થિતિ એવી છે કે, 10.5 લાખ ભારતીયો ગ્રીન કાર્ડ મેળવવા માટે વેઈટિંગમાં છે. જો જૂના અરજી કરનારાઓની આ હાલત છે, તો જરા વિચાર કરો કે નવી અરજી કરનારાઓને તો ગ્રીન કાર્ડ મળવાનું સપનુ ક્યારેય પૂરુ નહિ થાય. એવુ પણ થઈ શકે છે કે, ગ્રીન કાર્ડ મળે તે પહેલા આશા રાખનારા ભારતીયોની ઉંમર એટલી છે કે તેઓ મોતને પણ ભેટી શકે છે.
અમેરિકામાં વિદેશીઓને સત્તાવાર અને કાયમી વસવાટ માટે ગ્રીન કાર્ડ હાથમાં હોવુ જરૂરી છે. આ દસ્તાવેજ અમેરિકામાં રહેતા વિદેશીઓને પુરાવા સ્વરૂપમાં જાહેર કરવામાં આવે છે. પરંતું ગ્રીન કાર્ડ માટે 10.5 લાખ ભારતીયોની અરજી પેન્ડિંગ છે. આ આંકડો તો નાનો છે. કારણ કે, અમેરિકામાં રોજગાર આધારિત ગ્રીન કાર્ડ બેકલોગ ચાલુ વર્ષે 18 લાખ કેસોના નવા રેકોર્ડ સુધી પહોંચ્યો છે. ત્યારે પહેલીવાર અમેરિકાને આનુ શું કરવુ તે સમજાતુ નથી, કે ન જગત જમાદાર કોઈ નિર્ણય લઈ રહ્યું છે.