ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રીથી ધરતીપુત્રોમાં ખુશી, છેલ્લા 24 કલાકમાં 112 તાલુકાઓ પર મેઘરાજા મહેરબાન

by Dhwani Modi
re-entry of rai in Gujarat, News Inside

Rain in Gujarat|  રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વિવિધ વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 112 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં નવસારીના વાંસદા તાલુકામા 4 ઈંચ જ્યારે વલસાડના પારડી અને ધરમપુર તાલુકામાં 3.5-3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડા તાલુકામા 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

લાંબા વિરામ બાદ ફરી મેઘસવારી
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારી જિલ્લાના વાંસદામાં 3.7 ઇંચ, પારડીમાં અને ધરમપુરમાં 3.4 ઇંચ વરસાદ, વલસાડમાં 3.2 ઇંચ, કપરાડામાં 3.1 ઇંચ, ખેરગામમાં 2.8 ઇંચ વરસાદ, વાપી 2.6 ઇંચ, માંડવી 2.6 ઇંચ, વધઇ 2.6 ઇંચ વરસાદ નોંધાયો છે. વધુમાં જણાવીએ કે, વાલોડ, ઉમરપાડા, ચીખલીમાં 2.4 ઇંચ વરસાદ જ્યારે સોજીત્રા, કુકરમુંડા, ડેડીયાપાડા, નીઝર, દાહોદમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ સાગબારા, ડોલવણ, ડાંગમાં પોણ બે ઇંચ વરસાદ નોંધાયો છે.

વડોદરામાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો
વરસાદની આગાહી વચ્ચે વડોદરામાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. આજવા રોડ, સમા, સાવલી રોડ, હરણી, નિઝામપુરા, ફતેગંજ, રાવપુરા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદની રાહ જોતા ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યભરમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી કરવામાં આવી છે.

એક મહિનાના વિરામ બાદ વરસાદ
અરવલ્લીમાં એક મહિનાના લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો છે. મેઘરજ, જીતપુર, ખાખરીયા, ઇસરી અને રેલ્લાવાડા, કડાણા, નીનકા, અંધારી, મુનપુર સહિત વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. મકાઇ, સોયાબીન, તુવેર સહિતના પાકને જીવતદાન મળ્યો છે. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે. માલપુરના વાવડી, સાતરડા, અણીયોરકંપા, સહિત પંથકમાં વરસાદન કારણે પાકને જીવન દાન મળ્યું છે.

Related Posts