હાલમાં India or Bharat નો મુદ્દો પૂરજોશમાં છે. વિપક્ષને ડર છે કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર બંધારણમાંથી INDIA શબ્દ હટાવી દેશનું નામ માત્ર Bharat રાખવા માંગે છે. હવે આ મામલે સંયુક્ત રાષ્ટ્ર (UN)નું નિવેદન પણ સામે આવ્યું છે. UNનું કહેવું છે કે, જો તેને આ અંગે કોઈ વિનંતી મળે છે તો તે India નું નામ બદલીને Bharat કરવા તૈયાર છે.
સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તાએ બુધવારે કહ્યું કે, જો India નું નામ બદલીને Bharat રાખવાની કોઈ સત્તાવાર વિનંતી મળશે તો આ વિનંતી પૂરી કરવામાં આવશે. તેમણે કહ્યું, જો આપણે તાજેતરના ઉદાહરણ પર નજર કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર તરફથી માત્ર સત્તાવાર પત્રની જરૂર છે.
ચીની મીડિયાના એક પત્રકારે UNના પ્રવક્તાને પ્રશ્ન પૂછ્યો કે, જો તાજેતરમાં તુર્કીનું નામ બદલીને તુર્કીયે રાખવામાં આવ્યું હતું તેવી જ રીતે India નું નામ બદલવાની વિનંતી કરવામાં આવે છે, તો પછી પ્રક્રિયા શું થશે ? યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના ઉપ પ્રવક્તા ફરહાન હકે કહ્યું, ‘તુર્કીના કિસ્સામાં અમે સરકાર દ્વારા આપવામાં આવેલી ઔપચારિક વિનંતી બાદ આ નિર્ણય લીધો છે. સ્વાભાવિક છે કે જો અમને India નું નામ બદલીને Bharat કરવાની સમાન વિનંતી મળશે તો અમે તેના પર પણ વિચાર કરીશું.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા G20 સંમેલન માટે આવનાર મહેમાનોને મોકલવામાં આવેલા આમંત્રણ કાર્ડમાં President of India ની જગ્યાએ president of Bharat નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારથી આ મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ પછી અટકળો લગાવવામાં આવી રહી છે કે India નું નામ બદલીને Bharat કરવામાં આવશે. આ અંગે તમામ વિપક્ષી પાર્ટીઓ સરકાર પર પ્રહારો કરી રહી છે.
‘The Prime Minister Of Bharat’ pic.twitter.com/lHozUHSoC4
— Sambit Patra (@sambitswaraj) September 5, 2023
દરમિયાન આસિયાન સમિટમાં વડાપ્રધાનના આમંત્રણમાં Prime Minister of India ને બદલે Prime Minister of Bharat નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રવક્તા સંબિત પાત્રાએ મંગળવારે 5 સપ્ટેમ્બરે સાંજે વડાપ્રધાન મોદીની ઈન્ડોનેશિયાની મુલાકાત અંગેની સત્તાવાર માહિતી શેર કરી, જેમાં તેમને Prime Minister of Bharat તરીકે ઉલ્લેખિત કરવામાં આવ્યા હતા.