રાજકોટમાં તહેવાર માતમમાં છવાયો: સરધાર પાસે છકડો બાઈક સાથે ધડાકાભેર અથડાતા 5ના મોત

by Dhwani Modi
accident occured near Sardhar in Rajkot, News Inside

રાજકોટમાં જન્માષ્ટમીના તહેવારના દિવસે દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજકોટના સરધાર પાસે ભૂપગઢ રોડ પર સર્જાયેલા અકસ્માતમાં 5 ના મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ છકડો રીક્ષાએ પલટી મારતા બાઇક ચાલક સહિત પાંચના મોત થયા છે. આ તરફ તહેવારના દિવસે મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

જન્માષ્ટમીને લઈ રાજકોટ સહિત ગુજરાતભરમાં ઉજવણીનો માહોલ છે. આ દરમિયાન રાજકોટથી એક ગોઝારા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ રાજકોટના સરધાર પાસે ભૂપગઢ રોડ પર લીલીસાજળીયાળી ગામે આજે અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક છકડો રીક્ષાએ પલટી મારતા આ દુર્ઘટના સર્જાઇ હતી. આ ઘટનામાં બાઇક ચાલક સહિત પાંચના મોત થતાં પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.

ગત રાત્રીએ સર્જાયો હતો અકસ્માત
રાજકોટ-સરઘારથી ભૂપગઢ રોડ પર ગત રાત્રીએ અકસ્માત સર્જાયો હતો. વિગતો મુજબ ત્રણ બાઇક અને એક રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયા બાદ 5 લોકોના મોત થયા છે. માહિતી પ્રમાણે તમામ મૃતકો લીલીસાજળીયાળી ગામના રહેવાસી છે. જેમાં ત્રણ મૃતકો ખેત મજૂર અને બે મૃતકો સ્થાનિક રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

Related Posts