પાટણ હનીટ્રેપ મામલો: બિલ્ડરને ફસાવી બળાત્કારનો આરોપ લગાવીને કરી રૂ. 10 લાખની માંગણી

by Dhwani Modi
Honey trap case with builder in Patan, News Inside

Patan|  પાટણના ચાણસ્મા હાઈવે પર આવેલી એક હોટલમાં ત્રણ યુવતીઓ દ્વારા પ્લાન બનાવીને કિશોર પટેલ (નામ બદલવામાં આવ્યું છે) બિલ્ડરને ખોટા કેસમાં ફસાવી દેવાનો કારસો રચાયો હતો. હોટલનો રૂમ રાખીને બિલ્ડરને એક યુવતી સાથે એકલા મૂકી દેવામાં આવ્યા હતા, આ પછી બિલ્ડરને ફસાવવા માટે અન્ય યુવતી પોતે પત્રકાર હોવાનું કહીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની વાત કરી હતી, પ્લાન પ્રમાણે બિલ્ડર પાસે રૂપિયા 10 લાખની માગણી કરવામાં આવી હતી. જોકે ઘટનાની વાત પોલીસ સુધી પહોંચતા આ કેસમાં નવો વળાંક આવ્યો હતો. ત્રણ મહિલા સહિત પાંચ લોકોની આ કેસમાં ધરપકડ કરીને પોલીસે ઊંડી તપાસ શરુ કરી છે.

 રાધિકા નામની જે મહિલા પકડાઈ છે તેનો ગુનાહિત ઇતિહાસ છે અને તેમાં પણ હનીટ્રેપ લોકોને ફસાવવાના ગુના નોંધાયેલા છે. આ કેસમાં પકડાયેલા વર્ષા, વંદના અને રાધિકા નામની ત્રણેય મહિલાઓ અમદાવાદની રહેવાસી છે. જે મહિલાએ પત્રકાર હોવાની ઓળખ આપી હતી તે પણ ખોટી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

Related Posts