Ahmedabad| ભારતમાં માર્શલ આર્ટ અલગ અલગ પ્રકારો સાથે દેશ વિદેશની જેમ જ પ્રખ્યાત થી રહ્યું છે જેમાં બાળકો અને સ્ત્રીઓ પણ હાલના સમયમાં સૌથી વધારે રસ લઈ રહ્યા છે. આજના ઝડપી યુગમાં જયારે દરેક વ્યક્તિઓએ સ્વ સુરક્ષા ના માટે આ પ્રકારની રમત શીખે છે જેથી રમત ની સાથે તેઓ શારીરિક રીતે પણ સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકે.
માર્શલ આર્ટ ડેમોસ્ટ્રેશન નામથી નવી રમતની અમદાવાદના ગુજરાત વિદ્યાપીઠ ખાતે પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આવનાર આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે ભારતના અલગ અલગ રાજ્યો માંથી માર્શલ આર્ટની ટ્રેનિંગ લઇ રહેલા બાળકો, પુરુષો અને મહિલાઓ હાજર રહ્યા હતા જેઓ નું આગામી આંતરરાષ્ટ્રીય માર્શલ આર્ટ ડેમોસ્ટ્રેશન રમતમાં પસંદગી પામીને આગામી દિવસોમાં વિદેશની ધરતી પર યોજાનાર સ્પર્ધાઓ માં ભાગ લેવા જઈ રહ્યા છે. દરેક ફેડરેશનને સાથે રાખીને એક નવી રમત માર્શલ આર્ટ ડેમોસ્ટ્રેશનમાં દરેકને જોડી શકાય છે.જેના કારણે દરેક ટિમ પોતાની રીતે સારી રીતે રમતમાં રમી શકે છે.
આ રમતની શોધ ભારત દેશ માં થઈ હોવાથી તેની પસંદગી પ્રક્રિયા અમદાવાદ ખાતે રાખવામાં આવી હતી. જેમાં આ રમતમાં ભાગ લઇ રહેલા સ્પર્ધકો અને ખેલાડીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આ રમત પહોંચે અને દેશ વિદેશમાં ખેલાડીઓ આ રમત રમી શકે.
આ પસંદગી પ્રક્રિયાનું આયોજન અમદાવાદના જાણીતા કરાટે અને માર્શલ આર્ટના માસ્ટર રાજુ કરાટે અને તેમની ટિમ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ રાજ્યો જેમકે પંજાબ, મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતોઅને કરાટે તથા માર્શલ આર્ટનું નિદર્શન કર્યું હતું. જુદા જુદા રાજ્યોના માર્શલ આર્ટ ફેડરેશન સૌપ્રથમવાર એક જ મંચ પર જોવા મળ્યા હતા અને તેમણે ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.