ગુજરાતમાં ફરી એકથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: 2 દિવસમાં 200થી વધુ તાલુકામાં વરસ્યો વરસાદ

by Dhwani Modi
rain in 200 talukas of Gujarat in 2 days, News Inside

ગુજરાતમાં ફરી ચોમાસુ સક્રિય બન્યું છે. સપ્ટેમ્બરમાં વરસાદે ફરી દસ્તક આપી છે. ગુજરાતમાં 2 દિવસમાં 200થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. કપરાડામાં 9.72 ઈંચ, ધરમપુરમાં 7.64 ઈંચ વરસાદ વરસ્યો છે. તો ડાંગના વઘઈમાં 7.28 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં હજુ આગામી 1 દિવસ વરસાદનું જોર રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે. તો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી છે. હાલ પશ્વિમ બંગાળમાં સિસ્ટમ સક્રિય થતાં આખા ગુજરાતમાં વરસાદની આગાહી છે. શુક્રવારે નવસારી જિલ્લાના 6 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. નવસારીના 3 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જ્યારે 3 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો. સારા વરસાદથી ગુજરાતની ખેતીને નવ જીવન મળ્યું છે. અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટું જોવા મળ્યું. એસજી હાઈવે, ગોતા, પ્રહલાદનગર, બોડકદેવ, શ્યામલ, વેજલપુરમાં વરસાદ નોંધાયો છે. તો નારણપુરા, નવા વાડજ સહિતના વિસ્તારમાં સતત બીજા દિવસે વરસાદ જોવા મળ્યો હતો.

ગુજરાતમાં ફરી ચોમાસુ સક્રિય બન્યું છે. છેલ્લાં 2 દિવસમાં 200થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘમહેર જોવા મળી છે. કપરાડામાં 9.72 ઈંચ, ધરમપુરમાં 7.64 ઈંચ વરસાદ નોંધાયો છે. તો ડાંગના વઘઈમાં 7.28 ઈંચ વરસાદ વરસ્યો છે.

નવસારીમાં બે દિવસથી મેઘ મહેર યથાવત છે. નવસારીના ત્રણ તાલુકાઓમાં 2 ઇંચથી વધુ અને ત્રણ તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો જિલ્લાના ખેરગામ તાલુકામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. સારા વરસાદથી વરસાદ આધારિત ખેતીને નવ જીવન મળ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. શહેરની પૂર્ણા નદી 18.50 ફૂટે વહેતી થઈ છે.

નવસારીમાં સવારે 6 વાગ્યા સુધીમાં પુરા થતા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા
નવસારી : 27 મિમી (1.12 ઇંચ), જલાલપોર : 24 મિમી (1 ઇંચ), ગણદેવી : 37 મિમી (1.54 ઇંચ), ચીખલી : 53 મિમી (2.20 ઇંચ), ખેરગામ : 94 મિમી (3.91 ઇંચ), વાંસદા : 48 મિમી (2 ઇંચ)

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 54 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારીના ખેરગામમાં 2.1 ઇંચ, ધરમપુરમાં 1.5 ઇંચ, અંકલેશ્વરમાં 1.4 ઇંચ, વલસાડમાં 1.3 ઇંચ, ઓલપાડમાં 1.2 ઇંચ વરસાદ, સુરત શહેર, બારડોલી, મહુવામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.

Related Posts