જન્મ દિવસ પર અક્ષય કુમારે ફેન્સને આપી મોટી ભેટ, ફિલ્મ Welcome 3 નું ટીઝર રિલીઝ કર્યું

by Dhwani Modi
Welcome 3 teaser release, News Inside

Welcome 3 teaser|  આજે અક્ષય કુમાર પોતાનો 56 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.  તેવામાં આ અવસર પર અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર તેની સુપરહિટ કોમેડી ફિલ્મ ‘વેલકમ’ના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી છે. તેણે પોતાના એકાઉન્ટ પર ‘વેલકમ -3’નો પ્રોમો પણ શેર કર્યો છે.

આ સ્ટાર્સ ફિલ્મમાં જોવા મળશે 
લોકપ્રિય ‘વેલકમ’ ફ્રેન્ચાઈઝીના નિર્માતાઓ ત્રીજી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ને લઈને તૈયાર છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, રવિના ટંડન, જેકલીન ફર્નાન્ડીઝ, દિશા પટની, સુનીલ શેટ્ટી, પરેશ રાવલ, લારા દત્તા, અરશદ વારસી, સંજય દત્ત, સુનીલ શેટ્ટી, શ્રેયસ તલપડે, તુષાર કપૂર, કીકુ શારદા સહિત ઘણા નવા સ્ટાર કલાકારો જોવા મળશે.

અક્ષયનું કમબેક
એ વાત તો નોંધનીય જ છે કે અક્ષય કુમાર, કેટરિના કૈફ, અનિલ કપૂર અને નાના પાટેકર અભિનીત કોમેડી ફિલ્મ ‘વેલકમ’ સુપરહિટ સાબિત થઈ હતી. આ બાદ ‘વેલકમ 2’ બનાવવામાં આવી હતી, જેમાં નાના પાટેકર અને અનિલ કપૂર સાથે જ્હોન અબ્રાહમ જોવા મળ્યા હતા.

હવે ‘વેલકમ 3’ની જાહેરાત કરવામાં આવી છે અને અક્ષય કુમાર ફિલ્મના ત્રીજા ભાગમાં વાપસી કરી રહ્યો છે.

Related Posts