મુંબઈના સુપ્રસિદ્ધ ‘લાલબાગ ચા રાજા’ માટે આ વર્ષે લેવાયો 26.54 કરોડનો વીમો

by Dhwani Modi
26.54 crore insurence for 'Lalbaug cha raja', News Inside

Mumbai, Maharashtra|  મુંબઈના ‘લાલબાગ ચા રાજા’ ગણેશોત્સવ વિશ્વભરમાં પ્રખ્યાત છે. દર વર્ષે તેના આયોજન દરમિયાન કરોડો લોકો તેની મુલાકાત લઇ ગણપતિ દર્શનનો લ્હાવો લે છે. હાલમાં આ ગણેશોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે લાલબાગ ચા રાજા ગણેશોત્સવ મંડળે આ વર્ષે 26.54 કરોડ રૂપિયાનો વીમો લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ વીમો ન્યુ ઇન્ડિયા ઈંશ્યોરન્સમાંથી લેવાયો છે. આ પોલિસીમાં આતંકવાદની ઘટના, આગ, ચોરી, અકસ્માત, ભાગદોડ અને પ્રસાદના પોઇઝનિંગના જોખમ સહિતની બાબતો આવરી લેવામાં આવી છે. વીમાનો સમયગાળો 24 ઓગસ્ટથી 23 ઓક્ટોબર સુધીનો છે.

Related Posts