સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપદાસ સ્વામીનો બફાટ: કહ્યું, ‘સ્વામીએ ખોડિયાર માતા પર કપડાં નીચોવ્યા’

by Dhwani Modi
swami brahmswarup gave disputed statement on khodiyar mata, News Inside

સાળંગપુર ભીત ચિત્રોનો વિવાદ માંડ તો થાળે પડ્યો છે, ત્યારે ફરી એકવાર વિવાદીત નિવેદનને લઈ ધાર્મિક મુદ્દો ચર્ચામાં આવ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સંતનો વીડિયો વાયરલ થતાં મામલો ચરમસીમાએ પહોંચ્યો છે. સ્વામી બ્રહ્મ સ્વરૂપે ખોડિયાર માતાજી વિશે વાણી વિલાસ કરતા અનેક સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જે સમગ્ર બાબતને લઈ ફરી એક વાર સનાતન અને સંપ્રદાય વચ્ચેનો વિવાદ શરૂ થયો છે.

‘સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય’
જે વાયરલ વીડિયોમાં બ્રહ્મસ્વરૂપ સ્વામીએ જણાવી રહ્યાં છે કે, સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય. સ્વામિનારાયણમાં આવો એટલે ખોડિયાર માતા પણ ખુશ થાય છે. બ્રહ્મસ્વરુપ સ્વામીએ જણાવ્યું કે, ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નિચવ્યું હતું.

શું કહ્યું બ્રહ્મસ્વરૂપ સ્વામીએ?
બ્રહ્મસ્વરૂપ સ્વામીએ કહ્યું કે, જોબનપગીના કુળદેવી ખોડિયાર માતા છે, પણ હવે આપણા ભગત થયા એટલે તેમને કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે. તેમણે વધુમાં કહ્યું કે, ઘણાં કુળદેવીને પકડી રાખે છે મુકતા નથી પણ તેમને મુકી દેવા પડે છે. જાણે કે, કુળદેવી નારાજ થઈ જશે પરંતુ નારાજ ન થાય પગે લાગે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ઉમેર્યું કે, મહારાજ રંગોત્સવ કરીને જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પૂછ્યું કે, આ કોણ છે ત્યારે તેમણે કહ્યું કે, આ અમારા કુળદેવી છે ત્યારે મહારાજે તેમના ભીના કપડા નીચોવી માતાજી ઉપર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા.

અનુષ્ઠાન શરૂ કરવાનું બહાનું બતાવી કેદ થયા
ખોડિયાર માતા અંગે વિવાદિત નિવેદન કરનારા બ્રહ્મસ્વરૂપ સ્વામી ભૂગર્ભમાં ઉતર્યા હોય તેમ ગાયબ થઈ ગયા છે. નિવેદન બાદ બ્રહ્મસ્વરૂપ સ્વામીએ પોતાને એક રૂમમાં બંધ કર્યા છે તેમજ ભક્તોને અનુષ્ઠાન શરૂ કરવાનું બહાનું કરીને રૂમમાં ન આવવા આદેશ આપ્યો છે. રૂમ આગળ જ સ્વલિખિત નોટિસ લગાવી દીધી છે. જેમાં સમાચાર સિવાયની વાત કરનાર ભક્તને જ પ્રવેશ આપવાની પણ વાત લખવામાં આવી છે. અત્રે જણાવી દઈએ કે, બ્રહ્મસ્વરૂપ સ્વામીએ મોબાઈલ ફોન પણ બંધ કર્યો છે. બ્રહ્મસ્વરૂપ સ્વામી કંડાળી આશ્રમના ઘનશ્યામ સ્વામીના મોટા ચેલા છે. જેઓ ગુરુને છોડી વડતાલ ધામમાં આવીને વસ્યા છે. બ્રહ્મસ્વરૂપ સ્વામી પર ચારે બાજુથી ટીકાઓ વરસતા એકાંતવાસમાં ગાયબ થયા છે.

Related Posts