તબીબોને સેલ્ફીનો ચસ્કો લાગ્યો: જામનગરના તબીબોએ ચાલુ ઓપરેશન દરમિયાન દર્દીના જીવની પરવાહ વિના OTમાં લીધી સેલ્ફી

by Dhwani Modi
doctor took selfie in operation theatre in Jamnagar's gg hospital, News Inside

Jamnagar|  જામનગરની જીજી હોસ્પિટલમાં તબીબોની ઘોર બેદરકારી સામે આવી છે. જીજી હોસ્પિટલમાં ચાલુ ઓપરેશન દરમિયાન તબીબોએ લીધેલી સેલ્ફી વાયરલ થઇ રહી છે. બ્રેઈન સ્ટોકના દર્દીનું ઓપરેશન ચાલી રહ્યું હતું, ત્યારે જ ચાલુ ઓપરેશનમાં તબીબોએ ફોટો સેશન કર્યું હતું. ચાલુ ઓપરેશનના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. તેમજ MCI ના નિયમ તોડતા તબીબો પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે.

જીજી હોસ્પિટલ એ જામનગરની સૌથી મોટી હોસ્પિટલ છે. ત્યારે હોસ્પિટલના સર્જરી વિભાગમાં ઓપરેશન દરમિયાન ફોટો સેશનની ઘટના બની હતી. ઘોર બેદરકારી જોઈ ઉચ્ચ તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. ઓપરેશન એ કોઈપણ દર્દી માટે જીવનમરણનો ખેલ હોય છે. આવા કપરા સમયે તબીબોનું ફોટોસેશન કેટલે અંશે યોગ્ય કહેવાય. જામનગરની જીજી હોસ્પિટલમા એક દર્દીનું બ્રેઈન સ્ટોક જેવું ગંભીર ઓપરેશન ચાલી રહ્યુ હતું, ત્યારે તબીબો ભાન ભૂલ્યા હતા. ગંભીર ઓપરેશન દરમિયાન આવા ફોટો સેશન કેટલા યોગ્ય. આવી બેદરકારીથી દર્દીનો જીવ પણ જઈ શકે છે. એટલુ જ નહિ, તબીબો દ્વારા આ ફોટોને સોશિયલ મીડિયા પર વાયરલ પણ કરાયા હતા.

તબીબોની થોડીઘણી ચૂક દર્દી માટે ભારે પડી શકે છે. હકીકત તો એ છે કે, તબીબો માટે કેટલીક ગાઈડલાઈન છે, ત્યારે જો તબીબો આ રીતે નિયમોને નેવે મૂકે તે કેટલું યોગ્ય.

આ મુદ્દે જીજી હોસ્પિટલના ડીન નંદિની દેસાઈએ કહ્યુ કે, આ અંગે કડક પગલા લેવામાં આવશે. તબીબો પાસેથી આ મામલે ખુલાસો માંગવામાં આવશે. તો હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ દીપક તિવારીએ જણાવ્યું કે, અમે ખુલાસો માંગ્યો છે અને તપાસ પણ કરવામાં આવી રહી છે. રિપોર્ટ આવે તે મુજબ એક્શન લઈશું. રિપોર્ટ આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરીશું. અમે તબીબો પાસેથી આ અંગે ખુલાસો માંગ્યો છે. હાલ અમારી પાસે ડો.ઈશ્વર અને ડો.પ્રતીકના નામ સામે આવ્યા છે.

ત્યારે સવાલ એ થાય કે, કેમ તબીબો નિયમોને નેવે મૂકી રહ્યા છે. કેમ દર્દીની જિંદગી સાથે રમત કરવામાં આવે છે. ગંભીર ઓપરેશન દરમિયાન ફોટો સેશન કેટલું યોગ્ય કહેવાય. આવી બેદરકારી કોઈનો જીવ લેશે તો કોણ જવાબદાર. આવા બેદરકાર તબીબો સામે ક્યારે કડક કાર્યવાહી થશે.

Related Posts