CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે, વિવિધ મુદ્દાઓની થશે ચર્ચા

by Dhwani Modi
Cabinet meeting held in chairmanship of CM, News Inside

Gandhinagar|  આજે ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. ત્યારે આજની આ બેઠકમાં રાજ્યના મહત્વના અને પ્રાથમિક પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવશે. આ સાથે આવનારા સમયમાં જે સુવિધાઓ કરવાની છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે, ગાંધીનગર ખાતે દર બુધવારે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાય છે.

કયા કયા પ્રશ્નનો પર કરાશે ચર્ચા?
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનારી આજની કેબિનેટ બેઠકમાં જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં થયેલ અતિવૃષ્ટિ સહાય પર ચર્ચા કરાશે. વાયબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારી અંગે પણ સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત જ્યાં વરસાદ નથી થયો, ત્યાં સિંચાઈ માટે પાણી અને પાકની વાવણી સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે.

નિતિ વિષયક બાબતો પર ચર્ચા થશે
આ સાથે જ વરસાદ ખેંચાઈ જવાના કારણે ખરીફ પાકને મોટી અસર થઈ છે અને તેમાં પણ ખેડૂતોની મુશ્કેલીઓ જે રીતે વધી રહી છે તેને લઈને પણ સરકાર બેઠકમાં ચર્ચા કરશે. આ સિવાય આજની બેઠકમાં PM મોદીના જન્મદિવસને લઈને યોજાનારા કાર્યક્રમોના આયોજનની પણ સમીક્ષા કરવામાં આવશે. તો નીતિ વિષયક બાબતો પર ચર્ચા થશે.

Related Posts