શાહરુખ ખાનના ફેન્સ માટે ખુશખબર: શાહરુખની ફિલ્મ ‘Jawan’ ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ

by Dhwani Modi
Jawan will soon release on OTT, News Inside

શાહરુખ ખાનની ફિલ્મ જવાન બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મને લોકો તરફથી પોઝિટિવ રીવ્યુ મળી રહ્યા છે. જવાન ફિલ્મમાં શાહરુખ ખાન ડબલ રોલમાં જોવા મળે છે અને લોકોને આ સ્ટોરી પણ ખૂબ જ ગમી રહી છે. રિલીઝ થયા ના થોડા જ દિવસોમાં જવાન ફિલ્મ 400 કરોડની ક્લબમાં સામેલ થઈ જવાની તૈયારીમાં છે.

જવાન ફિલ્મ સિનેમા ઘરોમાં તો ધમાલ મચાવી રહી છે પરંતુ સાથે જ શાહરુખ ખાનના ચાહકો આ ફિલ્મ OTT પર ક્યારે રિલીઝ થશે અને કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે તેની પણ રાહ જોઈ રહ્યા છે. ત્યારે જવાન ફિલ્મના OTT રાઇટ્સને લઈને મોટી અપડેટ સામે આવી છે. જવાન ફિલ્મના OTT રાઇટ્સની ડીલ પણ કરોડો રૂપિયામાં ફાઇનલ થઇ છે.

શાનદાર કમાણી કરનાર શાહરુખ ખાનની ફિલ્મ જવાનને ઓટીટી રાઇટ્સથી પણ કરોડોનો ફાયદો થયો છે. રિપોર્ટ્સ અનુસાર જવાન ફિલ્મના OTT રાઇટ્સ નેટફ્લિક્સે ખરીદ્યા છે. એટલે કે નેટફ્લિક્સ ઉપર શાહરુખ ખાનની ફિલ્મ જવાન જોવા મળશે. નેટફ્લિક્સ અને જવાનની ડીલ કરોડો રૂપિયામાં થઈ છે.

જવાન ફિલ્મના OTT રાઇટ્સની ડીલ 250 કરોડમાં થઈ હોવાની ચર્ચા છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સાથે જ આ ફિલ્મ OTT પર ક્યારે રિલીઝ થશે તેની તારીખ પણ જાહેર કરવામાં આવી નથી.

સામાન્ય રીતે એવું હોય છે કે કોઈ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય તેના ચાર અઠવાડિયા પછી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થાય છે. પરંતુ જવાન જે રીતે બોક્સ ઓફિસ કલેક્શન કરી રહી છે તેને જોઈને અંદાજ લગાવવામાં આવે છે કે આ ફિલ્મ OTT પર આવતા સમય લાગશે.

Related Posts