Chandigarh| સ્પાની આડમાં કૂટણખાના ધમધમી રહ્યાં છે. અવારનવાર આવા સમાચારો સામે આવતા રહે છે જેમાં બહારથી તો સ્પાનું બોર્ડ માર્યું હોય પરંતુ અંદર સેક્સનો ધંધો જ ચાલતો હોય છે. હકીકતમાં સ્પાનું કામ કરતા હોય તેવા સેન્ટરો તો બહું ઓછા હશે પરંતુ તેને બદલે હવે આવા સ્પા સેક્સની ભૂખ છિપાવવાનું સાધન કે સ્થળ બની રહ્યાં છે. વધુ એક વાર આ વાત સાબિત થઈ છે અને મોટું સેક્સ રેકેટ ઝડપાયું છે. આ વખતે કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢમાં સેક્સ રેકેટ સામે આવ્યું છે.
કોણ ચલાવતું હતું સેક્સ રેકેટ
પંજાબ પોલીસે ચંદીગઢના સેક્ટર-32માં સ્થિત એક સ્પા સેન્ટરના પડદા પાછળ ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. અહીં એક સરપ્રાઈઝ રેડ દરમિયાન પોલીસે 4 છોકરીઓને છોડાવી હતી. આ 4 છોકરીઓ સ્પાના નામે પૈસા લઈને ગ્રાહકોની વાસનાની ભૂખ સંતોષતી હતી. પોલીસે એક મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરી. પોલીસે આરોપી સામે આઈપીસી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. પકડાયેલા આરોપીઓમાં મહિલા અને એક પુરુષ સ્પા સેન્ટરના મેનેજર અને રિસેપ્શનિસ્ટ તરીકે પોઝ આપી રહ્યા હતા. સાથે જ ધરપકડ કરાયેલો ત્રીજો આરોપી ગ્રાહક હોવાનો દાવો કરી રહ્યો છે. આરોપીઓની ઓળખ સેન્ટર મેનેજર સિમરનજીત કૌર, રિસેપ્શનિસ્ટ અમન અને ગ્રાહક હરગુન સિંહ ભાટિયા તરીકે થઈ છે. સિમરનજીત કૌર મિલ્ક કોલોની, અમન ઝીરકપુરનો રહેવાસી છે અને હરગુન સિંહ ભાટિયા ચંદીગઢ સેક્ટર-21નો રહેવાસી છે.
પોલીસે કેવી રીતે ઝડપ્યું સેક્સ રેકેટ
ચંદીગઢ પોલીસે કહ્યું કે, પીસીઆરને માહિતી મળી હતી કે સેક્ટર-32ડીમાં લોટસ સ્પામાં સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. માહિતી મળતા જ પોલીસે એક ટીમ બનાવી લીધી હતી અને એક છટકું ગોઠવ્યું હતું, આ છટકામાં તે તમામને ઝડપી લેવાનો પ્લાન બનાવાયો હતો. સૌ પ્રથમ બે-ત્રણ પોલીસકર્મી નકલી ગ્રાહક બનીને સ્પા સેન્ટરમાં ગયાં હતા અને ત્યાં સોદો નક્કી થયો હતો. છોકરીઓને ખબર નહોતી કે તેઓ જેમની સાથે શરીર સંબંધ બાંધવા જઈ રહી છે તે ગ્રાહક નહીં પરંતુ પોલીસવાળા છે, તે ગ્રાહકોને લઈને રુમમાં પહોંચી પરંતુ તેટલી વારમાં તો ઘાટ થઈ ગયો અને એક પોલીસકર્મીએ બહાર સંતાયેલા પોલીસ અધિકારીઓને જાણ કરી દીધી. એલર્ટનો મેસેજ આવતાં જ પોલીસ સ્પા સેન્ટરમાં ઘુસી ગઈ હતી, પોલીસને જોતા જ છોકરીઓ અને સ્પામાં નાસભાગ મચી હતી. પરંતુ પોલીસ પૂરો પ્લાન કરીને આવી હતી અને ત્યાંથી કોઈને પણ છટકવા ન દીધા. આ રીતે પોલીસે 4 છોકરીઓને ત્યાંથી છોડાવીને 3 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.
આરોપી સામે કાયદેસરની કાર્યવાહી
પોલીસે આરોપી સામે આઈપીસી હેઠળ ગુનો નોંધ્યો છે. આ સ્પા સેન્ટર અંગે ડીએસપી સાઉથ દલબીર સિંહે ફરિયાદ કરી છે. છોકરીઓની સામે પણ ફરીયાદ દાખલ થઈ છે. છોકરીઓ સારા ઘરની હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. પોલીસે કહ્યું કે માત્ર મોજ-શૌખ ખાતર છોકરીઓ આવું કામ કરવા માટે સ્પામાં આવતી હતી.