બોડકદેવના PSI સહીત 3 કોન્સ્ટેબલોએ માંગી 6 લાખની લાંચ

યુવકે 4પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ 6લાખના તોડ મામલે ACBમાં કરી ફરિયાદ

by Bansari Bhavsar

અમદાવાદ : શહેરના બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI એમ.એ.ચૌહાણ સહીત 3 કોન્સ્ટેબલ દ્વારા ફરિયાદમાં યુવકનું નામ ના લખવા બદલ 6 લાખ રૂપિયાની લાંચ માંગતા યુવકે ACB (લાંચ-રુશ્વત બ્યુરો)માં અરજી કરતા પોલીસ બેડામાં ચકચાર મચી ગયી છે. ઉલ્લેખનીય છે દારૂના ગુનામાં અગાઉ બે આરોપીઓ વિરુદ્ધમાં કેસ કરી તે ગુનામાં યુવકનું નામ ચડાવી દેવાની ધમકી આપી અને ગુનામાં નામ ના ચડાવવા યુવક અને તેના પરિવાર પાસેથી રૂપિયા 6 લાખની માંગણી કરી પઠાણી ઉઘરાણી કરતા આખરે યુવકે ACBના દરવાજા ખખડાવ્યા હતા.

બોડકદેવ પોલીસ મથકના આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર સહીત પોલીસ કોન્સ્ટેબલ વાલજીભાઇ, ક્રિપાલસિંહ અને ગીરીશકુમાર દ્વારા ખાખી અને સત્તાનો દુરુપયોગ કરી પૈસા પડાવવાનો કારસો રચ્યો હતો. ગઈ તા.16/09/2023 ના રોજ પોલીસે બુટલેગર મનોજકુમાર કોરી એન રાહુલ કોરીના ત્યાં રેડ કરીને 32નંગ ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલો જપ્ત કરી પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં બે આરોપી વિરુદ્ધમાં ગુનો નોંધી તાપસ શરુ કરી હતી. દારૂનો વેપાર કરતા બે આરોપીઓ થલતેજ ગામના રહેવાસી હોવાના કારણે ગામના યુવકો સાથે મિત્રતા હતી. તેવી જ રીતે રાજેશ ઠાકોર પણ આ બે બુટલેગરોનો મિત્ર હતો. પરંતુ રાજેશ કોઈ દારૂના વેપાર સાથે સંકળાયેલો ન હતો. પણ પોલીસે પૈસા પડાવવા માટે યુવક રાજેશ ઠાકોરના પરિવારના સભ્યો અને અન્ય મળતીયાઓ દ્વારા પોલીસે પોલીસ સ્ટેશનમાં અને અન્ય જગ્યાઓ પર બોલાવીને રાજેશને તેના મિત્રો સાથે દારૂના ગુનાના કેસમાં ખોટી રીતેસંડોવવાની ધમકી આપી 6 લાખ રૂપિયાની સતત માંગણી કરી માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો.

આ મામલે જાગૃતતા દાખવીને રાજેશ અને તેના પરિવારે ACB માં ફરિયાદ (અરજી) આપતા જવાયું હતું કે, બોડકદેવ પોલીસ સ્ટેશનના PSI અને ત્રણ કોન્સ્ટેબલો દ્વારા પોતાની સત્તા તેમજ ફરજનો દુરુપયોગ કરી યુવક પાસેથી તેમજ યુવક રાજેશના અન્ય મિત્રો સુનિલ અને વિનોદ પાસેથી પૈસાનો તોડ કરવા તેઓને હેરાન પરેશાન કરી માનસિક ત્રાસ અને ધાક ધમકીઓનો મારો ચલાવી પૈસા આપવા માટે દબાણ ઉભું કરવામાં આવ્યું હતું. યુવકે પોલીસ વિરુદ્ધમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જો યુવકો પૈસા પહોંચતા નહિ કરે તો તેઓના વિરુદ્ધમાં ખોટી ફરિયાદ કરી તેઓને મારમારી મેથીપાક આપવાની પણ ધમકી આપવામાં આવી હતી.

Related Posts