Chandigarh: આતંકી હરદીપ નિજ્જરની હત્યાને લઈને ચાલી રહેલા ભારત-કેનેડા વિવાદની વચ્ચે ભારતીય અધિકારીઓએ કેનેડામાં વિઝા સેવાઓ બંધ કરી દીધી છે. જેને લઈને તહેવારો અને લગ્નમાં ભાગ લેવા માટે આવનારા એનઆરઆઈ હવે ભારતમાં આવી શકશે નહીં, તેનાથી પંજાબની હોટલ ઈંડસ્ટ્રીને મોટો ફટકો પડ્યો છે.
એનઆરઆઈના પરિવારોના હવાલેથી મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે, તેઓ હાલમાં હોટલોનું બુકીંગ કરશે નહીં, કારણ કે તેઓ નથી ઈચ્છતા કે સ્થિતિ સ્પષ્ટ થાય. નિમંત્રણ આપવા અને ખરીદી કરવા પહેલા આગામી થોડા દિવસની તેઓ રાહ જોશો કે સ્થિતિ કેવી છે. જાલંધરના લધેવાલીના નિવાસી રિયાએ મીડિયાને જણાવ્યું છે કે, તેમની બહેન અને થનારા જીજા બંને વૈંકૂવરમાં છે. તેમણે પહેલાથી જ આગામી મહિના માટે ટિકિટ બુક કરાવી છે. કેમ કે લગ્ન 4 નવેમ્બર થવાના છે.
લગ્ન માટે મહેલ બુક કરાવી લીધો છે. અમે વરરાજાના પરિવાર અને કેનેડાથી આવનારા સંબંધીઓ માટે હોટલમાં રુમ બુક કરાવી લીધા હતા. રિયાએ કહ્યું કે, તેમણે અમને સ્થિતિ સ્પષ્ટ થાય ત્યાં સુધી રાહ જોવા માટે કહ્યું છે. એક વેડિંગ પેલેસના માલિક પ્રબજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે, મહેલ માલિકો અને હોટલ વેપારીઓ માટે સ્થિતિ સારી નથી.
તેમણે કહ્યું કે, અમારી પાસે આગામી થોડા મહિનામાં એનઆરઆઈ લગ્ન માટે ઘણા બુકીંગ છે, જેમાં મોટા ભાગના કેનેડામાંથી છે. આ મુદ્દાથી પરિવારમાં ચિંતા ફેલાઈ ગઈ છે. મને તેમના દરરોજ ફોન આવી રહ્યા છે. પણ હજુ સુધી કોઈએ બુકીંગ કેન્સલ કર્યા નથી.