અમદાવાદ ; સ્પા સંચાલકે મહિલાને વાળ પકડી લાફા ફટકારવાનો વિડિઓ થયો વાઇરલ

by ND
The spa manager beat up the woman| News iNSIDE
મદાવાદ: શહેરમાં સ્પા સંચાલકો જાણે  દાદા બન્યા હોય તેવી દાદાગીરી કરતો વિડિઓ સામે આવ્યો છે. શહેરના સિંધુભવન રોડ વિસ્તારમાં  આવેલા  ગેલેક્સી સ્પાના સંચાલક દ્વારા મહિલાને બેરહેમીથી વાળ જાલી થપ્પડ પર થપ્પડ મારતો બનાવ બન્યો છે, જ્યાં મહિલાને માર મારતો CCTV વિડિઓ સામે આવ્યા છે. સ્પા સંચાલક એક મહિલાને માર મારતો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ બનાવ ટાઈમ્સ સ્ક્વેર બિલ્ડિંગમાં ગેલેક્સી સ્પાનો હોવાનું જાણવા મળી રહ્યું છે. મોહસીન નામના સ્પા સંચાલકે મહિલાને માર માર્યો હતો.
તે મહિલાના વાળ ખેંચીને લાફા મારતો CCTV  કેમેરામાં કેદ થયો છે.કઇ બાબતે મહિલાને માર માર્યો?

કોઇ સામાન્ય બાબતે થયેલી માથાકૂટમાં મહિલાને માર મારવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવી રહ્યું છે. આ સમગ્ર ઘટના સિંધુભવન રોડ પર આવેલા ગેલેક્સી સ્પાની છે. સ્પા સંચાલક મહિલાને માર મારતો સીસીટીવીમાં કેદ થયો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ ખૂબ જ ચોંકાવનારા છે. જેમાં જોઇ શકાય છે કે, કેવી રીતે સ્પા સંચાલક મહિલાને લાફ મારે છે અને જોતાજોતામાં મહિલાના વાળ પકડીને એક પછી એક લાફા મારી રહ્યો છે.

https://x.com/NEWSINSIDEMEDIA/status/1706972366599758196?s=20

 

ટાઈમ્સ સ્ક્વેર બિલ્ડિંગમાં ગેલેક્સી સ્પાનો બનાવ

જોકે, આ ઘટના સામે આવતાં સવાલ એ થઇ રહ્યો છે કે, જો કોઇ બાબત હોય તો પોલીસને જાણ કરી શકાય. પરંતુ આવી રીતે મહિલા કેમ માર મારવામાં આવી રહ્યો છે. જાણે સ્પા સંચાલકને પોલીસની કોઇ બીક ન હોય તેમ માર મારી રહ્યો છે. મહિલાઓની સુરક્ષા માટે અનેક પગલા લેવામાં આવી રહ્યા છે, ત્યારે આવી રીતે માર મારતા અનેક ગંભીર સવાલ થઇ રહ્યા છે.

 

Related Posts