- BJPના કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે, ઉમેદવારોના નામ અંગે થશે આખરી મનોમંથન
- 5 રાજ્યોમાં ચૂંટણીને લઇને BJP દ્વારા તેજ કવાયત
- આ શનિવાર-રવિવારના રોજ દિગ્ગજ નેતાઓની બેઠક મળશે
- કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારોના નામ અંગે થશે મનોમંથન
આ ચાલુ વર્ષના અંત સુધીમાં 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેને પગલે રાજકીય પાર્ટીઓમાં ચહલ પહલ વધી છે. ભાજપ હોય કે કોંગ્રેસ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર શરુ કરી દેવામાં આવ્યા છે.
ત્યારે BJP દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામો અંગે ચર્ચા કરવા માટે ભાજપના કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
બીજેપી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક
આ બેઠકમાં BJP પાર્ટી દ્વારા ચૂંટણી પ્રક્રિયા ઔપચારિક રીતે શરૂ થાય તે પહેલાં શક્ય તેટલા ઉમેદવારોના નામ પર વિચારણા પૂર્ણ કરવાનો પ્રયાસ કરાશે. આ સમિતિમાં પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી ન્ડડા સહિત વરિષ્ઠ નેતાઓ સામેલ છે. આ સમિતિ દ્વારા ઉમેદવારોના નામ પર અંતિમ નિર્ણય લેવાશે. સૂત્રોએ જણાવ્યું કે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી સંબંધિત CECની ત્રીજી બેઠકમાં રાજસ્થાન પર ચર્ચા થઇ શકે છે.
અગાઉ મળી હતી બે બેઠક
અગાઉની બે બેઠકોમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢના ઉમેદવારો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્રણ કેન્દ્રીય પ્રધાનો ઉપરાંત પાર્ટીએ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે અન્ય ચારને નોમિનેટ કર્યા છે. સાંસદોને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે રાજસ્થાનમાં ભાજપ આ વ્યૂહરચના હેઠળ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, અર્જુન રામ મેઘવાલ અને કૈલાશ ચૌધરીને નામાંકિત કરશે. વિધાનસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતરી શકે છે.
ઓક્ટોબરમાં ચૂંટણીની જાહેરાત
2019 માં, ભાજપે રાજ્યની 25 લોકસભા બેઠકોમાંથી એક સિવાય તમામ પર જીત મેળી હતી. તેલંગાણા અને મિઝોરમમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચ ઓક્ટોબરના પહેલા પખવાડિયામાં તમામ પાંચ રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયા ઔપચારિક રીતે શરૂ કરી શકે છે. નવેમ્બર-ડિસેમ્બરમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.
રાજસ્થાનની બાગડોર મેળવવા કવાયત
મહત્વનું છે કે ભાજપે અત્યાર સુધીમાં મધ્યપ્રદેશની 230 સભ્યોની વિધાનસભા માટે 79 અને છત્તીસગઢની 90 સભ્યોની વિધાનસભાની ચૂંટણી માટે 21 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ચૂંટણીની જાહેરાત પહેલા જ ઉમેદવારોના નામ નક્કી કરવા એ ભાજપની નવી વ્યૂહરચનાનો એક ભાગ છે. સામાન્ય રીતે ચૂંટણીની જાહેરાત બાદ પાર્ટી ઉમેદવારોની જાહેરાત કરે છે. આ પાંચ રાજ્યોમાંથી માત્ર મધ્યપ્રદેશમાં જ ભાજપ સત્તા પર છે. જ્યારે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ સત્તા પર છે. તેલંગાણામાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) અને મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટ સત્તા પર છે. ઉલ્લેખનીય છે કે અમિત શાહ અને જે.પી નડ્ડા બુધવારે જયપુરમાં પાર્ટીની રણનીતિ અને પ્રચાર સહિત અન્ય પ્રચારને અંતિમ રૂપ આપવા માટે મળ્યા હતા. આગેવાનો સાથે મેરેથોન બેઠક કરી હતી.
આ 5 રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે
આ વર્ષના અંત સુધીમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ રાજ્યોમાં વિધાનસભાઓનો કાર્યકાળ આ વર્ષે ડિસેમ્બરથી જાન્યુઆરી 2024 સુધીનો છે. 40 બેઠકો ધરાવતી મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ 17 ડિસેમ્બરે સમાપ્ત થશે. તે જ સમયે, છત્તીસગઢનો કાર્યકાળ 3 જાન્યુઆરીએ, એમપીનો કાર્યકાળ 6 જાન્યુઆરીએ, રાજસ્થાનનો 14 જાન્યુઆરીએ અને તેલંગાણાનો કાર્યકાળ 16 જાન્યુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે.