રાણીપ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી રહેણાંક મકાનમાંથી નાની તથા મોટી બોટલો નંગ-૯૨૪ જેની કિ રૂ ૯૬,૦૦૦/- મુજબનો દારૂનો જથ્થો જપ્તે કર્યો

by ND

દારૂ તેમજ જુગારની પ્રવૃતિ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા જરૂરી સુચના તેમજ સીધા માર્ગદર્શન હેઠળ પો.સ્ટે વિસ્તારમાં પ્રોહી તથા જુગાર રમતા ઇસમો વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ સુચના આપેલ હોય જે સુચના આધારે પોલીસ ઇન્સપેક્ટર શ્રી.બી.ડી.ગોહીલ સાહેબ તથા સર્વલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ જે.આર.સોલંકી તથા અ.પો.કો સંતોષકુમાર કનૈયાલાલ બ.નં ૪૮૦૬ તથા અ.પો.કો.યુવરાજસિંહ જોરાવરસિંહ બ.નં ૯૨૮૩ તથા અ.પો.કો. લાખાભાઇ દેહાભાઇ બનં-૬૯૩૫ ટાબાગમા હતા નાઓ સાથે પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના અ.પો.કો સંતોષકુમાર કનૈયાલાલ બ.નં ૪૮૦૬ નાઓને ખાનગી બાતમીદાર રાહે બાતમી હકિકત મળેલ જે આધારે વોંટેડ આરોપી રણછોડ ઉર્ફે અજય રાજુભાઇ જાતે સાલ્વી ઓઇલમીલના છાપરા છગનજીનો ટેકરો રાણીપ અમદાવાદ શહેર નાનો પોતાના કબ્જાના મકાન બ્લોક ૪/૧૧૯ રૂમમાંથી ઔડાના મકાન કાળીગામ ગરનાળા સામે રાણીપ ખાતેના બંધ મકાનમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂના જથ્થા બાતમી આધારે ઉપરોકત સ્થળ ઉપર તપાસ કરતા રહેણાંક મકાનમાંથી નાની તથા મોટી બોટલો નંગ-૯૨૪ જેની કિ રૂ ૯૬,૦૦૦/- તપાસ કરતા ઉપર મુજબનો દારૂનો જથ્થો મળી આવેલ જે અંગે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવેલ છે

Related Posts