સુરત: કોન્ટ્રાક્ટર સાથે કામદારને બોલાચાલી થતા, બચકું ભર્યુ, 20 ટાંકા લેવા પડ્યા

by ND
Surat News- Newsinside

સુરત: ગુરુવારે સુરતના GIDCના સચિન ડાયમંડ પાર્કમાં ચોંકાવનારી ઘટના બની છે. હેલ્પર અને ટેક્સટાઈલના કોન્ટ્રાક્ટર વચ્ચે બોલાચાલી થઇ હતી. ગુસ્સે ભરાયેલા કામદારે કોન્ટ્રાક્ટરને તેના ઉપરના હોઠ પર બચકું ભરી લીધું હતુ. સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટર અને કામદાર વચ્ચે કામ અને ફરજમાં બેદરકારીને લઈને બોલાચાલી થઈ હતી.

આરોપી સુનીલ ગૌતમ કામદાર તરીકે કામ કરે છે જ્યારે આદિત્ય રાજભર ટેક્સટાઇલ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે.

આ અંગે મીડિયા પાસેથી મળતી માહિતી પ્રમાણે, બે દિવસ પહેલા એક સાઇટ પર પાવર કટ થતા સુનીલ ઘરે જવા નીકળ્યો હતો. જ્યારે પાવર આવ્યો ત્યારે રાજભરે તેને કામ પર બોલાવ્યો હતો. પરંતુ સુનીલે જવાબ આપ્યો કે, તે સાંજે જ સાઇટ પર આવશે. જોકે, આરોપી બુધવારે સાંજે પણ કામ કરવા આવ્યો ન હતો, રાજભરે તેને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે તેને અગાઉથી જાણ ન કરવા બદલ તેને ઠપકો આપ્યો હતો. આ સમયે સુનિલે રાજભરને કહ્યું કે, તે કામ કરવા માંગતો નથી અને બીજા દિવસે ગુરુવારે સવારે તેની બાકી રકમ વસૂલવા માટે પાછો આવશે.

હોટલની રૂમમાં અંગતપળો માણતા યુવાનને આવ્યો હાર્ટ અટેક

બીજા દિવસે સવારે સુનિલ સચિન ડાયમંડ પાર્કમાં ગયો હતો જ્યાં રાજભર સાથે વધારે બોલાચાલી થઇ હતી. આ દરમિયાન સુનિલે અચાનક રાજભરને પકડીને તેના ઉપરના હોઠ પર બચકું ભરી લીધું હતુ. મળતી માહિતી પ્રમાણે, ત્યાં હાજર લોકોએ આરોપીને ખેંચયો હતો તો પણ તેણે રાજભરને બચકું ભરવાનું ચાલુ જ રાખ્યું. જેથી રાજભરનો હોઠ કપાઈને લટકવા લાગ્યો હતો.

આની જાણ થતા રાજભરનો મિત્ર રાજુ યાદવ ઘટનાસ્થળે પહોંચીને તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો. જ્યાંથી તેને સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ હોઠની સારવારમાં 20 જેટલા ટાંકા લેવા પડ્યા હતા.

Related Posts