અમદાવાદ : દરિયાપુર વિસ્તારમાં ચાલતા મનપસંદ જીમખાના નામની આડમાં જુગાર ચાલતા અડ્ડા પર ક્રાઇમ બ્રાન્ચની ટિમ દ્વારા દરોડા કરી 15 થી વધુ જુગારીઓની ધરપકડ કરી છે. મહત્વની વાત એ છે કે જયારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ કરીને સમગ્ર જુગાર ધામનો પર્દાફાશ કરવામાં આવ્યો છે તો સ્થાનિક પોલીસ દ્વારા શા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી હોતી ? દરિયાપુર પોલીસ સ્ટેશનના PI ને શું લાભ થતો હશે કે તેઓ આંખ આડા કાં કરીને સમગ્ર તમાસો જોતા હોય છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ચાલતા જુગારધામ પર અગાઉ પોલીસ દ્વારા રેડ કરવામા નવી હતી. જેમાં મનપસંદ ચેરીટેબલ ટ્રસ્ટના નામે ચાલતા આ જુગાર ધામનો પર્દાફાશ થયો હતો જેની આસપાસ રહેતા રહીશો પણ ત્રાહિમામ પોકારી ગયા હતા. રહીશો દ્વારા અનેક વખત સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI ને રજૂઆતો કરવા છત્તા તેઓના પેટનું પાણી હાલતું ન હતું. જુગારધામ બાબતે જયારે કોઈ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા જાય ત્યારે PI દ્વારા ઉધ્દ્ધા ભર્યા જવાબ આપતા કહેવામાં આવતું હતું કે, બતાવો કઈ જગ્યા પર જુગારધામ ચાલી રહ્યું છે ? પરંતુ જોવામાં આવે તો જ્યાંથી જુગારધામ ઝડપાયું છે ત્યાંથી તંબુ ચોરી માત્ર 150 મીટરના અંતરે આવેલી છે અને દરિયાપુર પોલીસ સ્ટેશન ફક્ત 500 મિટિરના અંતરે છે છતાંય પોલીસને આવા જુગારિયોં મળતા ન હતા. ના તો જુગારધામ ચાલતા હોવાનો આભાસ થતો હતો.. અગાઉ સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા દરોડા કરી આ જુગારધામ બંધ કરવામાં આવ્યું હતું. તો તે જે તે જગ્યા પર ફરી એક વાર કેવી રીતે ચાલુ થયું ? કોની રહેમ નજર હેઠળ આ જુગારધામ ધમધમી રહ્યું હતું ? આ અંગે દરિયાપુર પોલીસ સ્ટેશનના PI પાસેથી ખુલાસો મંગાવામાં આવશે ?
18