Ahmedabad: ત્રિકમપુરા કેનાલ પાસેથી એક મોં પર કપડુ બાંધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ લાશ અહીં કોણ ફેંકી ગયુ, કોણે હત્યા કરી તેને લઈને રહસ્ય ઘેરુ બન્યુ છે. પોલીસે તપાસ કરતા આસપાસના સીસીટીવી તપાસ્યા હતા. જેમાં એક્ટિવા પર આવેલ એક શખ્સ સીસીટીવીમાં કેદ થયો છે. વટવા GIDC પોલીસે હત્યાનો ગુનો નોંધી એક શકમંદ શખ્સની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.કોથળામાંથી લાશ બહાર કાઢતા યુવકનો મૃતદેહ હોવાનુ સામે આવ્યુ છે. તેના મોઢાના ભાગેથી લોહી નીકળી રહ્યુ હતુ. જો કે લાશની ઓળખ થઈ ન હતી. બપોર બાદ તપાસ કરતા વસ્ત્રાલ ગામમાં રહેતા હરજીભાઈ રણછોડભાઈ રબારી નામના વ્યક્તિની લાશ હોવાનું સામે આવ્યું હતું. બાદ પોલીસે કેનાલ નજીકના સીસીટીવી તપાસ કરતા એક સીસીટીવી ફૂટેજ હાથે લાગ્યા હતા. જેમાં વહેલી સવારે 4.30 વાગ્યે એક એક્ટિવા પર મોઢે રૂમાલ બાંધી અને હત્યા કરેલી લાશનો કોથળો ફેંકી જેતો રહ્યો હોવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેને લઈ વટવા જીઆઇડીસી પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે.
મરણજનાર હરજીભાઇ રણછોડભાઇ રબારી તથા આરોપી બેન નાનીબેન ર્વા/ઓ ભીમાભાઇ રામજીભાઇ રબારી ર્વચ્ચે લાંબા સમયથી પ્રેમ સબંધ હતો નાનીબેનના પતી ભીમાભાઇને આ ર્વાતની જાણ થતા અર્વાર નર્વાર પતી પત્ની ર્વચ્ચે ઘર કંકાસ થતી હતી જેથી નાનીબેને મરણ જનાર હરજીભાઇને પ્રેમ સબંધ રાખર્વાની ના પાડેલ તેમ છતા હરજીભાઇ પ્રેમ સબંધ રાખર્વા દબાણ કરતા હોય અને તા-૦૧/૧૦/૨૦૨૩ ના રોજ બપોરના સમયે હરજીભાઇ આરોપીઓના ઘરે આર્વતા આરોપીઓએ ઘરમાં બોલાર્વી ભેગા મળી ગળુ દબાર્વી મારી નાખી મોંઢા માં કપડાનો ડુચો મારી લાશને ઘરના ખુણામાં ઢાંકી મુકી રાખેલ અને તા-૦૨/૧૦/૨૦૨૩ ના ર્વહેલી સર્વારના બન્ને જણાએ કંતાનના કોથળામાં ભરી પોતાની હીરો મેસ્ટરો મોપેડ ઉપરટ્રા ત્રિકમપુરા કેનાલ પર નાખી ભાગી ગયેલ હોવાનું જાણવા મળ્યું છે.