અમદાવાદમાં હેલ્થ અને વેલનેસ એક્સપો 2023 નું શહેરના વાય.એમ.સી.એ.કલબ ખાતે કરવામાં આવી રહ્યું છે.

by Bansari Bhavsar

અમદાવાદ અને ગુજરાત ના જાણીતા વેલનેસ કોચ, ફૂડ શેફ અને કન્સલ્ટન્ટ હિના ગૌતમ અને તેમની ટીમ દ્વારા આગામી 7 અને 8 ઓક્ટોબરે શહેરના વાય.એમ.સી.એ. કલબ ખાતે “અમદાવાદ હેલ્થ અને વેલનેસ એક્સપો – 2023” નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે.

ડો. મનોજ ઘોડા અને ડૉ દીપેન પટેલના સહયોગ સાથે આયોજીત થનાર આ એક્સપો માં સ્વાસ્થ્ય સંબંધી બધીજ માહિતી એક જ જગ્યાએ મળી રહે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

આ એક્સપોમાં હેલ્થ અને ફિટનેસ, માનસિક સ્વસ્થતા, રિહબિલિટેશન, ન્યુટ્રિશયન, હૃદય રોગ,ડાયાબીટીસ, ફેફસાના રોગ, સાંધાના દુખાવા ની માહિતી પણ આ એક્સપોમાં મળી રહેશે.

આ ઉપરાંત યોગ, નેચર ક્યોર, હોમિયોપથી, આયુર્વેદ, ડેન્ટલ હેલ્થ, આંખોની નિદાન, પ્રાથમિક સારવાર અને CPR ની ટ્રેનિંગ પણ આપવામાં આવશે.

આ એક્સપોમાં નિષ્ણાંતો દ્વારા સ્વાસ્થ્ય સંબંધી લેક્ચર, સેમિનાર નું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ એક્સપો અમદાવાદીઓને સ્વાસ્થ્ય સંબંધી માહિતી ઓ સાથે જ વિગતો મળી રહેશે.

Related Posts