અમદાવાદ : હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે, 14,15 અને 16 તારીખે અમદાવાદમાં વરસાદ પડી શકે છે.જે દરમિયાન એક બાજુ 14 તારીખે ભારત -પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ યોજાવા જઈ રહી છે અને બીજી તરફ નવરાત્રીની પણ તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે એવામાં વરસાદ વિઘ્ન નાખે તેવા એંધાણ હવામાન વિભાગે વ્યક્ત કર્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં પ્રથમ અને બીજા નોરતે વરસાદ પડી શકે છે. તો 14 તારીખે ભારત -પાકિસ્તાન વચ્ચેની વનડે મેચ પણ યોજવાની છે જેની તમામ ટિકિટો ઘણા સમય પહેલાજ વેચાઈ ચુકી છે. તેથી કહી શકાય કે ક્રિકેટ રસિકો અને ગરબા ખેલૈયાઓ માટે માઠા સમાચાર છે. આ બંને ઇવેન્ટને છત્રી લઈને માણવી પડશે.
16