અમદાવાદ : રશિયાના એક વિદેશી નાગરિકની શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. કોલ્સનિકોવ નામનો રશિયાનો નાગરિક 2020માં ભારત ટુરિસ્ટ વિઝા મેળવીને આવ્યો હતો. એન્જીનીયરીંગનો અભ્યાસ રશિયામાં 2011માં કાર્ય હોવાની માહિતી મળેલ છે. આ ફિરંગી ભારતમાં આવીને ગેરકાયદેસર રીતે ઠેક ઠેકાણે રોકાણ કર્યા હોવાની માહિતી પ્રાથમિક તપાસમાં મળી છે. સાયબર ક્રાઇમની ટિમ દ્વારા આ નાગરિક પર ધ્યાન જતા તે કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કરી રહેલ હોવાની શક્યતાની શંકા જતા આરોપીની ધરપકડ કરે છે.
ઉલ્લેખનીય છે કે, ફીરીન્ગી પાસેથી ભારતનું આધાર કાર્ડ પણ ડુબ્લીકેટ મળ્યું છે. તેમજ ફિરંગી પાસેથી તેના ફોટા વાળા જુદા જુદા નામના ઇ- વિઝા (ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન) મળી આવ્યા છે. અમદાવાદ સાઇબર ક્રાઇમની ટિમ દ્વારા હાલ ફિરંગી આરોપી વિરુદ્ધમાં NDPS નો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરુ કરેલ છે.