ગુજરાતમાં પ્રથમ ઇ-કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હવે કોઈપણ નાગરિક ધારાસભ્યને સીધી ફરિયાદ કરી શકશે; સરકારી યોજના, આવકનો દાખલો, વિધવા સહાય ફોર્મ સહિતના કામો ઘરે બેઠા થશે

by ND
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. આજે રવિવારે અમિત શાહે અમદાવાદમાં નારણપુરા અને દરિયાપુર વિધાનસભાના ધારાસભ્યના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. શહેરના દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય કૌશિક જૈનનું ગુજરાતનું સૌથી પહેલું ઇ-કાર્યાલયનું અમિત શાહ અને મુખ્યમંત્રીએ ઉદ્ઘાટન કર્યું હતું. દરિયાપુરના લોકોએ પોતાની કોઈપણ સમસ્યા લઈને કાર્યાલય સુધી જવું ન પડે અને લોકો ટેકનોલોજીના માધ્યમથી પોતાની ફરિયાદ કરી શકે તેના માટે ઓનલાઈન પોર્ટલ અને વોટ્સએપ નંબર જાહેર કર્યું છે. દરિયાપુરના લોકો સરળતાથી પોતાના કામોની રજૂઆત, સરકારી યોજનાઓનો લાભ લઇ શકે તેના માટે આ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે.

Related Posts